Not Set/ પુત્ર ગમે તેનો હોય, મનમાની નહીં ચાલે. હાંકી કાઢો આવા નેતાને ભાજપમાંથી : PM

PM  મોદી દ્રારા ભાજપના નેતા કૈલાસ વિજ્યવર્ગીનાં પુત્ર અને ભાજપના નેતા આકાશ વિજ્યવર્ગી દ્રારા મનસ્વી વર્તન કરવાની સાથે સાથે કરવામાં આવેલ સરકારી અધિકારી પરનાં ઘાતક હુમલો મામલે તિખી પ્રતિક્રીયા આપવામાં આવી છે. PM મોદીએ સ્પષ્ટ પણે જણાવી દેવામાં આવ્યું છે કે પુત્ર કોઇનો પણ કેમ ન હોય, ભાજપનાં નેતા દ્રારા આવા મનસ્વી વર્તનને ચલાવી લેવામા […]

Top Stories India
PM  મોદી દ્રારા ભાજપના નેતા કૈલાસ વિજ્યવર્ગીનાં પુત્ર અને ભાજપના નેતા આકાશ વિજ્યવર્ગી દ્રારા મનસ્વી વર્તન કરવાની સાથે સાથે કરવામાં આવેલ સરકારી અધિકારી પરનાં ઘાતક હુમલો મામલે તિખી પ્રતિક્રીયા આપવામાં આવી છે. PM મોદીએ સ્પષ્ટ પણે જણાવી દેવામાં આવ્યું છે કે પુત્ર કોઇનો પણ કેમ ન હોય, ભાજપનાં નેતા દ્રારા આવા મનસ્વી વર્તનને ચલાવી લેવામા બિલકુલ નહી આવે. આવા તુડ મિઝાજી નેતાને ભાજપમાંથી હાંકી કાઢો.

ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીની બેઠકમાં PM મોદીએ કોઈ પણ પ્રકારનું ગેરવર્તન, જે પક્ષનાં નામ પર બટો લગાવે છે, તે સ્વીકાર્ય નથી. PM મોદી કહ્યું કે જો કોઈએ આવુ કર્યું તો આકરા પગલા તો લોવા જ જોઇએ અને આ નિયમ બધા માટે લાગુ પડે છે.

સૂત્રોનાં જણાવ્યું પ્રમાણે PMએ કહ્યું છે કે જે લોકો વચ્ચે આવા કલંકીત દાખલા બનાવે છે. તેમને પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ઈન્ડોર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ગંજી કેમ્પસ ક્ષેત્રમાં એક ઘરને તોડી પાડવા પહોંચી હતી ત્યારે  ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય દ્રારા મ્યુનિસિપલ કર્મચારીને બેટ દ્રારા માર મારવામા આવ્યો હતો. હુમલા બાદ પોલીસ કેસ નોંધવામા આવતા આકાશને જેલની હવા ખાવી પડી હતી. હાલ આકાશ જામીન પર મુક્ત થયો છે. આ મામલે આકાશ દ્રારા આટલું થયા પછી પણ પોતાનું વલણ અકડ દર્શાવવામા આવી રહ્યું છે. તો સાથે સાથે પિતા કૈલાશ વિજ્યવર્ગી દ્રારા પણ મામલામાં આકાશનું ઉપરાણુ લેવામા આવ્યું હોવાની વાત ચર્ચામાં રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન