Ahmedabad News/ ₹800 કરોડના ફ્રોડ GST બિલિંગનો DGGIએ કર્યો પર્દાફાશ:અમદાવાદ-રાજકોટ-જામનગર-જુનાગઢમાં દરોડા. 4 આરોપી ઝડપાયા

જે વેપારીઓનો ધંધો બંધ થઈ ગયો હોય તેઓ પોતાનું GST રજિસ્ટ્રેશન સરેન્ડર કરી દે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : DGGI અમદાવાદ ઝોનલ યુનિટે ગુજરાતમાં ચાલી રહેલા ત્રણ મોટા GST ફ્રોડ કેસોનો પર્દાફાશ કર્યો છે. આ ત્રણેય કેસમાં કુલ ₹800 કરોડથી વધુના ફ્રોડ બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની લૂંટ ચલાવવામાં આવી હોવાનું તપાસમાં જણાયું હતું. આ કેસોમાં DGGIએ ચાર મુખ્ય આરોપીઓની 25થી 28 નવેમ્બર દરમિયાન ધરપકડ કરી છે.

 બદ્રે આલમ પઠાણ અને તૌફિક ખાન 550 કરોડના ફ્રોડમાં ઝડપાયા

અમદાવાદથી બદ્રે આલમ પઠાણ અને M/s A H Engineering Worksના માલિક તૌફિક ખાનની 27 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. વાસ્તવિક માલની ખરીદી વગર તૌફિક ખાને ₹45 કરોડના ફ્રોડ બિલ ખરીદીને નકલી ITCનો લાભ લીધો હતો, જેનાથી સરકારી ખજાનાને અંદાજે ₹9 કરોડનું નુકસાન થયું છે. આ સિન્ડિકેટેડમી ડિરેક્ટરો, નકલી ઓળખપત્રો અને વર્ચ્યુઅલ ઓફિસો બનાવીને ધંધો ચલાવ્યો હતો.

તપાસમાં અમદાવાદ, ચંદ્રપુર, મુંબઈ, રાજકોટ અને ભાવનગરમાં દરોડા પાડી અનેક શેલ કંપનીઓની વિગતો, મોબાઇલ-સિમકાર્ડ, ડિજિટલ રેકોર્ડ, બેંક ખાતાની માહિતી અને હવાલા ટ્રાન્ઝેક્શનના પુરાવા મળી આવ્યા છે.

જુનાગઢના હાર્દિક રાવલની ₹110.57 કરોડના બોગસ બિલ મામલે ધરપકડ

M/s Bharat Sanitary & Fitting (જુનાગઢ)ના પાર્ટનર હાર્દિક સંજયભાઈ રાવલની 25 નવેમ્બરે ધરપકડ કરાઈ. તેણે 47 નકલી ફર્મો પાસેથી ₹110.57 કરોડના ફ્રોડ બિલ લઈ ₹28.02 કરોડનું નકલી ITC લીધું અને અન્યોને ₹83.64 કરોડના ફ્રોડ બિલ જારી કરી ₹20.24 કરોડનું ITC પાસ કર્યું હતું. તે આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

જામનગરના જયદીપ વિરાણીની ₹121 કરોડના બોગસ બિલ મામલે ધરપકડ

M/s Patel Metal Craft LLP (જામનગર)ના પાર્ટનર જયદીપ મુકેશભાઈ વિરાણીની 28 નવેમ્બરે ધરપકડ કરવામાંઆવી હતી. તેણે 40થી વધુ નકલી ફર્મો પાસેથી ₹121 કરોડના ફ્રોડ બિલ લઈ ₹22 કરોડનું નકલી ITC લીધું હતું. જામનગરની બ્રાસ-સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં ઘણી કંપનીઓ બિનહિસાબી વેચાણ છુપાવવા ફ્રોડ બિલનો ઉપયોગ કરતી હોવાનું પણ બહાર આવ્યું છે.

જે વેપારીનો ધંધો બંધ થઈ ગયો, તે પોતાનું GST રજિસ્ટ્રેશન સરેન્ડર કરી દે

જે વેપારીઓનો ધંધો બંધ થઈ ગયો હોય તેઓ પોતાનું GST રજિસ્ટ્રેશન સરેન્ડર કરી દે, નહીં તો આવા ઠગો તેમના GSTINનો દુરુપયોગ કરીને ફ્રોડ કરે છે અને પછીથી મૂળ માલિકો પણ મુશ્કેલીમાં મુકાય છે. આ તમામ કેસોમાં CGST એક્ટ-2017ની કલમ 132 હેઠળ ₹5 કરોડથી વધુની ઠગાઈ માટે 5 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે અને આ પ્રકારના ગુના નોન-બેલેબલ છે.

DGGIની ટીમે રાજકોટ, જામનગર સહિત અનેક સ્થળોએ દરોડા પાડી વધુ પુરાવા એકઠા કર્યા છે અને આખા નેટવર્કની ઊંડી તપાસ ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોગસ બિલિંગના એપી સેન્ટર ભાવનગરમાં ઝડપાયું વધુ એક કૌભાંડ, હવે સેન્ટ્રલ GST દ્વારા ઓપરેશન….

આ પણ વાંચો: જામનગરમાં SGST વિભાગ દ્વારા રૂ.560 કરોડના બોગસ બિલિંગ રેકેટનો પર્દાફાશ

આ પણ વાંચો: GST: રાજ્યમાં સાત વર્ષમાં પકડાયું એક લાખ કરોડનું બોગસ બિલિંગ