Dakor News/ ડાકોર રણછોડજી મંદિરમાં મનોરથના ભાવમાં 4 ગણો વધારો મોકૂફ, ભક્તો અને સેવક પૂજારીઓનો વિરોધ

ડાકોર રણછોડજી મંદિર (Dakor Temple)માં મનોરથના ભાવમાં કરાયેલા ભારે વધારાને લઈને ભક્તો અને સેવક પૂજારીઓમાં રોષ ફેલાયો હતો. વિરોધ બાદ ટેમ્પલ કમિટીએ હાલ પૂરતો ભાવ વધારો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. હવે આગામી બેઠક બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Top Stories Gujarat Others Breaking News
ભક્તોના વિરોધ બાદ Dakor Templeમાં ભાવવધારો હાલ પૂરતો સ્થગિત

Dakor News: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિર (Dakor Temple)માં મનોરથના ભાવમાં કરાયેલા ભારે વધારાને લઈને વિવાદ ઊભો થયો છે. ટેમ્પલ કમિટી દ્વારા વિવિધ મનોરથોમાં અચાનક જ ચાર ગણો વધારો કરવામાં આવતા ભક્તો અને સેવક પૂજારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.આ મામલો સામે આવતા ભક્તોમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ધજાના ભાવ 600થી સીધા 2500 રૂપિયા

મંદિર (Dakor Temple)ના સોનાના શિખર પર ચડાવવામાં આવતી ધજાના મનોરથ માટે અગાઉ 600 રૂપિયા લેવામાં આવતા હતા. પરંતુ નવા દર મુજબ આ રકમ વધારીને 2500 રૂપિયા કરવામાં આવી હતી.આ ઉપરાંત અન્ય મનોરથોમાં પણ મોટો ભાવ વધારો કરાતા સેવક પૂજારીઓ અને ભક્તોમાં નારાજગી ફેલાઈ હતી.

વિરોધ બાદ કમિટીએ લીધો મહત્વનો નિર્ણય

વિરોધ વધતા ટેમ્પલ કમિટીએ સેવક પૂજારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન ભક્તોની લાગણીઓને ધ્યાનમાં રાખીને હાલ પૂરતો ભાવ વધારો મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. હવે સમગ્ર મામલે ફરી ચર્ચા કરીને આગામી સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Dakor Temple
Dakor Temple

ટ્રસ્ટીનું નિવેદન

ડાકોર ટેમ્પલ (Dakor Temple) કમિટીના નવનિયુક્ત ટ્રસ્ટી ગિરીશભાઈ દાણીએ જણાવ્યું હતું કે ભાવ વધારો ડાકોરના વિકાસને ધ્યાનમાં રાખીને વિચારવામાં આવ્યો હતો.તેમણે કહ્યું કે ડાકોરના રોડ-રસ્તા અને સુવિધાઓના વિકાસ માટે વધારાની આવક જરૂરી હોવાનું માનવામાં આવે છે. જોકે હાલ માટે આ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે.

સેવક પૂજારીઓએ આપી ચીમકી

સેવક પૂજારીઓએ જણાવ્યું કે તેઓ આગામી દિવસોમાં પોતાના સૂચનો રજૂ કરશે. જો ભવિષ્યમાં ફરીથી ભારે ભાવ વધારો કરવામાં આવશે તો તેઓ આંદોલન અને ભૂખ હડતાળ જેવા પગલાં લઈ શકે છે.આ નિવેદન બાદ મામલો વધુ ગરમાયો છે.

Dakor Temple: ભક્તોમાં રાહતનો માહોલ

ભાવ વધારો હાલ પૂરતો અટકાવવામાં આવતા ભક્તોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા ભક્તોનું માનવું છે કે ધાર્મિક સેવાઓ સામાન્ય લોકોની પહોંચમાં રહેવી જોઈએ.હવે સૌની નજર આગામી બેઠક અને અંતિમ નિર્ણય પર ટકેલી છે.


આ પણ વાંચો:ડાકોર મંદિરના પૂજારી બન્યા ભૂવા, ધૂણીયા બાદ PSIની બદલી કરાવી હોવાનો દાવો

આ પણ વાંચો:ધર્નુમાસ શરૂ થવાથી ડાકોરમાં ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર

આ પણ વાંચો:ડાકોરમાં હવે રણછોડરાયજીના દર્શન કરવા વેક્સિનેશન ફરજિયાત જરૂરી