Ahmedabad News/ અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું? રાણીપની ફૂડ લારીનો વીડિયો વાયરલ

અમદાવાદમાં પાણીપુરી (Ahmedabad Panipuri) પ્રેમીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાણીપ વિસ્તારમાં ફૂડ લારી પરથી ખરીદેલી પકોડીમાંથી હાડકું જેવી વસ્તુ નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનાને લઈને લોકોમાં રોષ ફેલાયો છે અને ફૂડ સેફ્ટી પર સવાલો ઊભા થયા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Panipuri ખાતા યુવતી ચોંકી,નીકળ્યું હાડકું!

Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં પાણીપુરી (Ahmedabad Panipuri) વેચતી એક ફૂડ લારીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક યુવતીએ દાવો કર્યો છે કે પકોડી ખાતા સમયે તેમાં હાડકું જેવી વસ્તુ મળી આવી હતી.આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રાણીપના બીઆરટીએસ બસ સ્ટેન્ડ (Ranip BRTS bus stand) નજીક આવેલી એક ફૂડ લારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવતી પોતાની સાથે બનેલી ઘટનાની માહિતી આપતી જોવા મળે છે.યુવતીના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં ખાદ્યપદાર્થમાંથી વાળ નીકળ્યો હતો, પરંતુ બાદમાં પાણીપુરી (Ahmedabad Panipuri)માંથી હાડકું જેવી વસ્તુ મળતા મામલો ગંભીર બન્યો.

 Ahmedabad Panipuriમાં હાડકું નહીં “આ લાકડું છે” એવો દાવો કર્યો…

વીડિયોમાં યુવતી કહે છે કે જ્યારે પાણીપુરીની ((Ahmedabad Panipuri)) લારી સંચાલકને આ વસ્તુ બતાવવામાં આવી ત્યારે શરૂઆતમાં તેને “લાકડું” હોવાનું કહેવામાં આવ્યું હતું.પરંતુ આસપાસના કેટલાક લોકોએ પણ તે હાડકું જેવી વસ્તુ હોવાનું જણાવ્યું હોવાનું વીડિયોમાં સાંભળવા મળે છે.

પરિવારને લાગ્યો આઘાત

યુવતીએ વીડિયોમાં ભાવુક બનીને જણાવ્યું કે તેમના પરિવારે ક્યારેય નોન-વેજ ખાધું નથી અને આવી વસ્તુ ખાદ્યપદાર્થમાં મળતા તેઓ આઘાતમાં આવી ગયા હતા.આ ઘટનાએ ફૂડ હાઇજિન અને સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.

ફરિયાદ છતાં કાર્યવાહી નહીં?

સ્થાનિક સ્તરે ફરિયાદ કરવામાં આવી હોવાના દાવા વચ્ચે હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી થઈ હોવાની માહિતી સામે આવી નથી. લોકો હવે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ અને કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

સ્ટ્રીટ ફૂડ ખાતા શું રાખશો ધ્યાન?

  • હંમેશા સ્વચ્છતા જાળવતી લારી કે દુકાન પસંદ કરો
  • ખાદ્યપદાર્થ બનાવવાની રીત અને આસપાસની સફાઈ ચકાસો
  • બગડેલો સ્વાદ કે ગંધ જણાય તો તરત ખાવું બંધ કરો
  • આવી ઘટના થાય તો તરત સ્થાનિક આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરો

આ પણ વાંચો:અમદાવાદમાં હવે પાણીપુરીની લારી પર ગંદકી જણાય તો ગ્રાહકો QR કોડથી કરી શકશે સીધી ફરિયાદ

આ પણ વાંચો:પાણીપુરી પડી ભારે! ભુજમાં પાણીપુરી ખાધા બાદ 100 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

આ પણ વાંચો:અમદાવાદમાં AMCની સજ્જડ કાર્યવાહી, જાહેર રોડ પર પાણીપુરીની લારીઓ પર તવાઈ