વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમની એક અઠવાડિયાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ જેવા તે પાલમ એરપોર્ટ પર ઉતર્યા કે તેની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપનાં કાર્યકારી પ્રમુખ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષ વર્ધન સહિત દિલ્હીનાં તમામ સાંસદો અને ભાજપનાં નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાનને આવકારવા મોટી સંખ્યામાં લોકો એરપોર્ટની બહાર ઉભા હતા. એરપોર્ટ પર વડા પ્રધાનનાં સ્વાગત માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમનું સમ્માન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન વડા પ્રધાને ઉપસ્થિત વિશાળ સભાને સંબોધન કરતાં કહ્યું કે ‘સૌ પ્રથમ, હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું. તમે એરપોર્ટ પર આટલી મોટી સંખ્યામાં પહોંચ્યા, સ્વાગત કર્યુ, તે બદલ હું તમારો આભાર માનું છું. 2014 માં પણ ચૂંટણી જીત્યા પછી, હું અમેરિકા, યુએન સમિટમાં ગયો હતો અને 2019 માં પણ ગયો. વિશ્વની નજરમાં ભારત પ્રત્યે માન અને સમ્માન વધ્યું છે, તેનું એક મુખ્ય કારણ 130 કરોડ ભારતીયો છે કે જેમણે વધુ તાકાતથી સરકાર ફરીથી બનાવી છે.’
પીએમ મોદીએ યુએસ પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘લોકશાહીની શક્તિનું વિશ્વમાં ઘણું મહત્વ છે અને મેં અમેરિકામાં આ વિશાળ સ્વરૂપ જોયું. દુનિયાભરમાં ફેલાયેલા આપણા ભારતીયોને તે દેશોનો પ્રેમ અને આદર પણ મળ્યો છે, જે ભારતનું ગૌરવ વધારશે. હાઉડી મોદી હ્યૂસટનનો તે સમારોહ, તે ભવ્યતા અને અમેરિકન રાષ્ટ્રપતિનું ત્યા આવવુ દુનિયાને અમારી દોસ્તીનો અહેસાસ થવો, તે બધુ તો ઠીક છે પણ આટલા ઓછા સમયમાં આપણા ભારતીય ભાઈ-બહેનોએ જે શક્તિનું પ્રદર્શન કર્યુ તેની વાહ વાહી દરેક જગ્યાએ હતી. અમેરિકાની દરેક પાર્ટીનાં લોકો ત્યાં હાજર હતા.
The programme in Houston, #HowdyModi was grand. The coming of @POTUS was special. There were Republicans and Democrats.
In addition to all this, what stands out is the manner in which the Indian community in USA, in Texas and in Houston showcased their presence: PM @narendramodi— PMO India (@PMOIndia) September 28, 2019
હાઉડી મોદીનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું કે, ‘જ્યારે હું યુએન પહોંચ્યો ત્યારે શરૂઆત અહીંથી થતી હતી હાવડી મોદી. સમગ્ર વિશ્વ પર હિન્દુસ્તાની પ્રભાવ બનાવી શકે છે. મેં મારી આંખોથી જોયું છે કે ભારત વિશ્વનું હૃદય કેવી રીતે જીતી શકે છે. હું આજે અમેરિકામાં રહેતા તમામ ભારતીય ભાઈ-બહેનોનો ખાસ કરીને આભાર માનું છું. આજે વિશ્વભરમાં ભારત તરફ જોવાની વૃત્તિ બદલાઈ ગઈ છે અને ભારત પ્રત્યે આદર વધ્યો છે. તેનો તમામ શ્રેય ભારતનાં લોકોને જાય છે.
પીએમ મોદીએ દેશને નવરાત્રીની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, ‘નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. શક્તિ ઉપાસનાનો તહેવાર શરૂ થઈ રહ્યો છે, દુર્ગા પૂજા શરૂ થઈ રહી છે. હું દરેકને અભિનંદન આપું છું. હું ફરીથી તમારો આભાર માનું છું અને મારા કામમાં લાગી રહ્યો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
