નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા નવ સ્વરુપની પૂજા-આર્ચના કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને દાંડિયા રમીને લોકો નવરાત્રિના તહેવારની ઉજવણી કરે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરુપે કરવામાં આવે છે.
તો આવો જાણીએ પહેલા એટલે કે આજના દિવસે માં આદ્યશક્તિ જગદંબાના કયા સ્વરૂપની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે.
પ્રથમ દિવસઃ શૈલપુત્રી
શૈલપુત્રીનો અર્થ થાય છે પર્વતની પુત્રી. માં શૈલપુત્રી એટલે હિમાલયની પુત્રી ખુદ પરામ્બા પાર્વતીનું સ્વરુપ છે આ. માં શૈલપુત્રી અખંડ સૌભાગ્યની દાતા છે. કોઇપણ પ્રકારની કાર્ય સિદ્ધિ માટે અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે માંના આ સ્વરુપની પૂજા અર્ચના કરવામાં આવે છે. આસો સુદ-1ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.
શાસ્ત્રો અનુસાર નવરાત્રના પહેલાં દિવસે માં શરીર પર લેપ કરવા માટે ચંદન અને વાળ ધોવા માટે ત્રિફળા અર્પિત કરો. ત્રિફળામાં આંબળા, હરડે અને બહેડાને મિક્સ કરી શકાય છે. આમ કરવાથી મા પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે.
જીવનમાં શાંતિ રાખવા માટે પણ શૈલપુત્રીની પુજા કરવી જરૂરી છે.નીચે આપેલાં શ્લોકનું દિવસમાં પાંચ વાર પઠન કરવાથી પણ શૈલપુત્રી માતાની આરાધના કરી શકાય છે.આ શ્લોકના પઠનથી અટકેલાં કામ પણ શરૂ થઇ શકે છે.
वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
