મુંબઇ,
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર રેમો ડિસોઝાએ ડાન્સર ધર્મેશ યેલાન્ડેને તેમની આગામી ડાન્સ આધારિત ફિલ્મમાં એક સોંગ કરવાની તક આપી છે. આ મૂવીનું સંભવિત શીર્ષક ‘એબીસીડી 3’ છે. રેમોએ સ્ટારપ્લસના ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સપ્લસ 4’ ના પ્રદર્શનને જોયા બાદ ધર્મેશને આ ઓફર આપી હતી.

રેમોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એક ફિલ્મ નિર્માતાના રૂપમાં જ્યારે તમે આવુ કંઈક જુઓ છો, ત્યારે એક કલાકાર માટેનો આદર ઘણો વધી જાય છે. તે રીતે ધર્મેશ અને તેની ટીમએ તે એક્ટની સંકલ્પના કરી અને તે અવિશ્વસનીય છે. મે જે સ્ટેજ પર જોયું તે અકલ્પનીય છે અને મેં તેમને મારી આગામી ફિલ્મમાં એક ગીત કોરિયોગ્રાફ કરવા કહ્યું.”

ધર્મેશની રેમો સાથે આ ત્રીજી ફિલ્મ હશે. આ પહેલા તે ‘એબીસીડી-એની બોડી કેન ડાન્સ’ અને ‘એબીસીડી 2’ કરી ચુક્યા છે. ‘એબીસીડી 3’માં વરુણ ધવન અને કેટરીના કીફર હશે.
