દિલ્લી
યુટ્યુબ પર આજે દુનિયાબહારની તમામ સમસ્યાનું હલ મળી જાય છે. હાલમાં જ યુટ્યુબના વિડીયો પરથી શીખીને ૧૭ વર્ષીય છોકરાએ એક કામ કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
૧૭ વર્ષીય છોકરાએ એક ઈ-કોમર્સની સાઈટને હેક કરી હતી. માત્ર હેક જ નહી પરંતુ તેણે વેબસાઈટ હેક કરીને તેમાંથી ૧.૯૭ લાખ રૂપિયા ઉઠાવી લીધા હતા.
આ રૂપિયાથી તેણે બીટ કોઈન ખરીદી લીધો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે તેણે કાઉન્ટર સ્ટ્રાઈક ગેમ રમતી વખતે યુ ટ્યુબ પરથી હેકિંગ કરવાનું સીખ્યો હતો.
આ નાબલીગ બાળકની હરકત જોઇને હેક થનારી વેબસાઈટના માલિક પણ ખુશ થઇ ગયા હતા.માલિકે કહ્યું હતું કે જો તે ગુનેગાર ન હોત તો હું એને સારું પેકેજ આપીને નોકરી પર રાખી દેત.હાલ પોલીસે આ છોકરાની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે સરકારી બીલની ઓનલાઈન પેમેન્ટ સાથે સંકળાયેલી એક કંપનીના માલિકે જાન્યુઆરી મહિનામાં ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોઈક અજાણ્યાએ તેના એકાઉન્ટ હેક કરીને ૧.૯૭ લાખ રૂપિયા અલગ-અલગ ૬ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
છેલ્લા ૧૧ મહિનાની મહામહેનત બાદ યોગ્ય પુરાવા સાથે ગુરુવારે રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી.
