Not Set/ સુશાંત કેસ/ શૌવિક ચક્રવર્તીની વોટ્સએપ ચેટમાં થયો ખુલાસો, પિતા ઇન્દ્રજીત માટે સપ્લાયર્સ પાસેથી લેતો હતો ડ્રગ્સ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક, પિતા ઇન્દ્રજીત, પૂર્વ મેનેજર શ્રુતિ મોદી, ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણી, સ્ટાફ સભ્ય દિપેશ સાવંત અને અન્યની પૂછપરછ કરી રહી છે. દરમિયાન નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ ડ્રગ એંગલથી કેસની તપાસ કરી રહી […]

Uncategorized

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક, પિતા ઇન્દ્રજીત, પૂર્વ મેનેજર શ્રુતિ મોદી, ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણી, સ્ટાફ સભ્ય દિપેશ સાવંત અને અન્યની પૂછપરછ કરી રહી છે. દરમિયાન નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ ડ્રગ એંગલથી કેસની તપાસ કરી રહી છે.

એક વેબસાઈટનાં જણાવ્યા પ્રમાણે, શૌવિક ચક્રવર્તી અને ડ્રગ સપ્લાયર વચ્ચેના વોટ્સએપ ચેટમાં બતાવવામાં આવ્યું છે કે શૌવિકે તેના પિતા માટે ડ્રગ્સ મંગાવ્યો હતો. કથિત રૂપે, આ ​​ચેટમાં ખુલાસો થયો છે કે ઇન્દ્રજિત તેના બાળકોની ટેવથી વાકેફ હતો. ખુદ ઇન્દ્રજિત પણ ડ્રગ્સ લેતો હતો. સીબીઆઈએ ખાસ રિયાના પિતા ઇન્દ્રજિત ચક્રવર્તીને આ ચેટ વિશે પૂછ્યું હતું.

પૂછપરછ દરમિયાન થઇ દલીલ

સીબીઆઈએ આ અંગે રિયાના માતા-પિતાને સમન્સ મોકલ્યું હતું. રિયાના માતા-પિતા મંગળવારે સીબીઆઈ સમક્ષ હાજર થયા હતા. સીબીઆઈએ આ ચેટ અંગે રિયાના પિતા ઇન્દ્રજિતની પૂછપરછ કરી, તો તે આ અંગે યોગ્ય જવાબ આપી શક્યો નહીં અને તેમની સાથે દલીલ શરૂ કરી. તેઓ મંગળવારે સવારે 11 વાગ્યે સીબીઆઈ સમક્ષ હાજર થયા હતા. સીબીઆઈએ રિયાના ભાઈ શૌવિકને પણ ડ્રગ કડી અંગે પૂછપરછ કરી હતી.

ડ્રગ વેચનારનું શૌવિક સાથે સાથે કનેક્શન

જણાવીએ કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરતી એનસીબી ટીમે પહેલી ધરપકડ કરી છે. એનસીબી દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિનો સંબંધ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક સાથે છે. આ વ્યક્તિની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે શૌવિકના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે. શું શૌવિકે આમાંથી ડ્રગ્સ લેતો હતો? ધરપકડ કરાયેલ વ્યક્તિને બુધવારે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.