મુંબઇ,
સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘2.0’ ચીનમાં 56,000 સ્ક્રીન પર રિલીઝ થશે. આ માહિતી ફિલ્મના નિર્માતાઓએ આપી છે. એક નિવેદનમાં લાયકા પ્રોડક્શન્સ શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મની રિલીઝની જાણકારીની પુષ્ટિ કરી છે કે એક મીડિયાની મદદથી, આ ફિલ્મ 56,000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે, જેમાં ઓછામાં ઓછી 47,000 સ્ક્રીનો આ 3 ડી ફોર્મેટમાં બતાવવામાં આવશે.

નિવેદનમાં જણાવ્યું છે કે ‘2.0’ મે 2019 માં રિલિઝ થશે અને તે કોઈ ચોક્કસ ભાષામાં 3 ડી ફોર્મેટમાં સૌથી મોટી રીલીઝ થશે. શંકરની વર્ષ 2010 ની બ્લોકબસ્ટર ‘એથિરન’ની સિક્વલ ‘2.0’ લાયકા પ્રોડક્શન દ્રારા નિર્માણ કરવામાં આવી છે અને તમિલ, તેલુગુ અને હિન્દીમાં 29 મી નવેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી.

ફિલ્મ ‘2.0’માં રજનીકાંત અને અક્ષય કુમાર સિવાય એમી જૈક્સન, આદિલ હુસૈનઅને સુધાંશુ પાંડે જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં છે. આપને જણાવી દઈએ કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મથી અક્ષય કુમાર ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે ખલનાયકની ભુમીક ભજવી છે. આ ફિલ્મ 500 કરોડ કરતા વધારે બજેટમાં તૈયાર કરવામાં આવી છે.

