દેહરાદૂન
ગંગા નદીની રક્ષા મામલે સંત ગોપાલ દાસ ઉપવાસ પર બેઠા છે. તેમનું સ્વાસ્થ્ય લથડતા દૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
૩૬ વર્ષીય સંત ગોપાલ દાસ ગંગા નદી માટે ઉપવાસ કરી રહ્યા છે. તેમના ઉપવાસનો ૧૫૬ દિવસ હતો ત્યારે તેમને દબાણપૂર્વક એમ્સ હોસ્પિટલ માંથી ધકેલી મુકવામાં આવ્યા હતા .
હાલમાં જ મળેલા સમચાર મુજબ દૂન હોસ્પિટલ માંથી સંત ગોપાલ દાસ લાપતા છે .આની પહેલા દિલ્લીની એમ્સ હોસ્પિટલમાંથી લાપતા થયા હોવાના સમાચાર મળ્યા હતા.
Sant Gopal Das ji was on his 156th day of fast 4 river Ganga. He was forcefully removed from AIIMS yesterday at 12pm & till now his associates have no clue where is he! Despite repeated calls, AIIMS is giving no info. @JPNadda ji, where is he?
— Swati Maliwal (@SwatiJaiHind) December 5, 2018
સુત્રોના જણાવ્યા પ્રમાણે એમ્સમાંથી તેમણે દૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દૂન હોસ્પિટલમાં સારવાર ચાલુ થાય એને ૭ કલાક થયા પછી તેઓ લાપતા થઇ ગયા છે.
તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે મોદી સરકારે તેમને એમ્સ હોસ્પિટલ માંથી ગાયબ કરી દીધા છે. તેમના પિતાને પણ કેન્દ્ર સરકાર કઈ કહી નથી રહી.
संत गोपाल दास गौ रक्षा और गंगा सफ़ाई के लिए अनशन पर थे। उनको मोदी सरकार ने AIIMS से ग़ायब कर दिया है। उनके पिता को भी केंद्र सरकार नहीं बता रही कि उनको कहाँ ले गए। संत गोपाल दास असली गौ रक्षक हैं। उनके साथ मोदी सरकार का ऐसा बर्ताव? उन्हें तुरंत उनके पिता के सुपुर्द किया जाए https://t.co/F9R57eH4GM
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 5, 2018
ઘટનાની જાણ થતા પોલીસે શોધખોળ ચાલુ કરી દીધી છે જો કે હજુ સુધી તેમના કોઈ સમાચાર મળ્યા નથી .
