Not Set/ પીએમ મોદીની આભાર સભા સમાપ્ત થતાં જ લોકોના ઉડયા હોશ, ભાષણ સાંભળવામાં ખિસ્સા કપાઈ ગયા

રવિવારે હજારો લોકો વડા પ્રધાન મોદીનો આભાર માનવા માટે દિલ્હીના રામલીલા મેદાન આવ્યા હતા. આખું મૌદાન ભીડથી ભરેલું હતું. એક તરફ લોકો પીએમ મોદીનો આભાર માનવામાં અને તેમનું ભાષણ સાંભળવામાં વ્યસ્ત હતા, બીજી તરફ કાર્યક્રમ પૂરો થતાંની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. લોકોને ખબર જ ન હતી કે જ્યારે તેઓ વડા પ્રધાનની વાત […]

Top Stories India

રવિવારે હજારો લોકો વડા પ્રધાન મોદીનો આભાર માનવા માટે દિલ્હીના રામલીલા મેદાન આવ્યા હતા. આખું મૌદાન ભીડથી ભરેલું હતું. એક તરફ લોકો પીએમ મોદીનો આભાર માનવામાં અને તેમનું ભાષણ સાંભળવામાં વ્યસ્ત હતા, બીજી તરફ કાર્યક્રમ પૂરો થતાંની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. લોકોને ખબર જ ન હતી કે જ્યારે તેઓ વડા પ્રધાનની વાત સાંભળવામાં વ્યસ્ત હતા, ત્યારે ભીડમાં છુપાયેલા ખિસ્સા કાતરુ તેમના જ કામમાં રોકાયેલા હતા.

કાર્યક્રમ દરમ્યાન રામલીલા મેદાનમાં ભીડમાં ઘૂસેલા ખિસ્સાકાતરુએ મેદાનમાં ખૂણે ખૂણેથી ઘણા લોકોના ખિસ્સા કાપી નાખ્યા હતા. કાર્યક્રમ શરૂ થયા પછી પણ ભીડ વધતી જ રહી હતી અને ખિસ્સાકાતરુએ  પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. જ્યારે લોકોને ભાષણ સમાપ્ત થયું અને પછી તેમના કપાયેલા ખિસ્સા જોઇને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પિકપેકેટ્સના આતંકને કારણે, કાર્યક્રમમાં આવતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. તે જ સમયે, ઘણા લોકો રાહ જોઈ અને ટ્રાફિક ને કારણે કંટાળી ગયા હતા, તેથી પીએમ મોદી પોતાનું ભાષણ વચમાં મૂકીને પાછા ફરવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.