Business News/ વૈશ્વિક તણાવની અસર: સેન્સેક્સ 76,500 આસપાસ, નિફ્ટી 700 અંક નીચે

મિડલ ઈસ્ટ તણાવથી શેરબજાર (Stock market) માં મોટો ઘટાડો: નિફ્ટીમાં લગભગ 700 પોઈન્ટ (2.80%)નો ઘટાડો છે, તે 23,750 પર ટ્રેડ કરી રહ્યો છે.

Top Stories Business
Stock market

Business News: મિડલ ઇસ્ટમાં તણાવ વધતા શેરબજારમાં આજે (9 માર્ચ) મોટો ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 2,400 પોઈન્ટ (2.80%) તૂટી 76,500ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 700 પોઈન્ટ (2.80%)નો ઘટાડો જોવા મળ્યો છે અને તે 23,750 પર ટ્રેડ થઈ રહ્યો છે.

આજના ટ્રેડિંગ દરમિયાન બેંક, ઓટો, મેટલ, એનર્જી અને FMCG સેક્ટરના શેરોમાં વધુ વેચવાલી જોવા મળી રહી છે, કારણ કે મિડલ ઇસ્ટમાં વધતા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારોમાં પણ નકારાત્મક અસર પડી છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં 10 દિવસમાં 60%નો ઉછાળો આવ્યો.

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ આજે 25%થી વધુ વધીને પ્રતિ બેરલ $116 પર પહોંચી ગયા છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી 10 દિવસમાં ક્રૂડ ઓઇલ લગભગ 60% વધ્યું છે. રવિવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ, જે સાડા ત્રણ વર્ષની સૌથી ઊંચી સપાટી છે. આ પહેલા 2022માં ક્રૂડ ઓઈલ 100 ડોલરથી ઉપર ગયું હતું.

Stock market

શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (Chicago Mercantile Exchange) પર ટ્રેડિંગ શરૂ થતાં જ બ્રેન્ટ ક્રૂડમાં ભારે તેજી જોવા મળી. કિંમત 16.5% વધીને 108 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ, જ્યારે શુક્રવારે તે 93 ડોલર પર બંધ થયું હતું.

મધ્ય પૂર્વના યુદ્ધને કારણે માત્ર 10 દિવસમાં જ ક્રૂડ ઓઇલની કિંમત લગભગ 48% વધી ગઈ છે. જોકે, ભારત સરકારએ જણાવ્યું કે દેશ પાસે પૂરતો તેલ સ્ટોક છે, તેથી હાલમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની સંભાવના ઓછી છે.

એશિયન શેરબજારો (Stock market)  માં નબળાઈનો માહોલ

એશિયન શેરબજારો (Stock market) માં આજે ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ 7% વધીને 5,166 પર કારોબાર કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 3,880 પોઈન્ટ એટલે કે લગભગ 7%ના ઉછાળા સાથે 51,740 પર ટ્રેડ થઈ રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 676 પોઈન્ટ અથવા 3% વધી 25,081 પર પહોંચ્યો છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ 47 અંક અથવા લગભગ 1%ના વધારા સાથે 4,075 પર કારોબાર કરી રહ્યો છે.

6 માર્ચે અમેરિકી શેરબજાર (Stock market) માં ઘટાડો

અમેરિકન શેરબજાર (Stock market) માં ઘટાડા સાથે કારોબાર પૂર્ણ થયો. ડાઉ જોન્સ 453 પોઈન્ટ (0.95%) ઘટીને 47,501ના સ્તરે બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 1.59% ઘટીને 22,387 પર બંધ થયો. જ્યારે S&P 500 ઇન્ડેક્સ 90 પોઈન્ટ (1.33%)ના ઘટાડા સાથે 6,740 પર બંધ થયો.


આ પણ વાંચો: સોના-ચાંદીમાં ‘ઉલટી ગંગા’! યુદ્ધ વચ્ચે પણ ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ અને સોનું ₹31,000 થી વધુ સસ્તું થયું

આ પણ વાંચો: LPG સિલિન્ડર મોંઘા, ઘરેલુ સિલિન્ડરમાં ₹60, કોમર્શિયલમાં ₹115નો વધારો,આજથી નવા દર લાગુ

આ પણ વાંચો: ઈરાનની ચેતવણી: ભારતમાં પેટ્રોલ-ડીઝલ ₹200 લિટર સુધી? દૂધ-શાકભાજી પણ મોંઘા થઈ શકે