Ahmedabad News/ શેરબજારમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી અમદાવાદના રહેવાસી સાથે 1.35 કરોડની છેતરપિંડી

આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધ હાથ ધરી છે

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2025 03 29T153121.032 શેરબજારમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી અમદાવાદના રહેવાસી સાથે 1.35 કરોડની છેતરપિંડી

Ahmedabad News : શેરબજારમાં નાણાં રોકવાથી ઉંચુ વળતર મળશે એવી લોભામણી લાલચ આપીને અમદાવાદના એક રહેવાસી સાથે રૂ. 1,35,29,817 ની છેતરપિંડી કરનારા શખ્સો સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ગુનો નોંધાયો છે.આ અંગે સેટેલાઈટમાં રહેતા સુરજીતદાસ એસ.દાસે (68) સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

આ કેસની વિગત મુજબ અજાણ્યા મોબાઈલ ધારકે પોતાની ઓળખ પ્રિયા મહેતા તરીકેની આપીને પોતે સ્ટોક એડવાઈઝર છે અને શેર માર્કેટને લગતા મેસેજ કરી સલાહ સુચન આપતા હોવાનું કહીને સુરજીતદાસને Trade Tribe VIP14 નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. બાદમાં ગ્રુપના અન્ય એડમિનોએ ગ્રુપમાં શેર બજારમાં રોકાણ કરવા માટેની ટિપ્સ આપીને આ ગ્રુપમાં હાલમાંશેર બજારમાં રોકાણ કરવાથી ફાયદો થશે તેમ જણાવ્યું હતું.

તે સિવાય વો્ટએપ ધારક પ્રિયા મહેતાએ પ્લે સ્ટોર પરથી વેબસાઈટની UPSTO inv નામની Digims Apps ડાઉનલોડ કરાવી હતી. જેમાં ફરિયાદી સુરજીતદાસને રજીસ્ટર્ડ કરાવીને તેના કહેવા પ્રમાણે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરાવ્યું હતું. ઉપરાંત અન્ય અજાણ્યા મોબાઈલ નંબરના વોટ્સએપ YES SECURITIES ના લોગો રાખી YES SECURITIES નામની એપ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટીવ તરીકે ઓળખ આપીને સ્ટોક માર્કેટ અંગેની સલાહ સુચન આપી YES SECURITIES એપ ડાઉનલોડ કરવા માટે બે જુદી જુદી લીંક મોકલી હતી.

બાદમાં આરોપીઓએ શેર બજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને શેર માર્કેટ અને આઈપીઓમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે કહીને સુરજીતદાસ પાસેથી જુદી જુદી રકમ તોઓના જણાવેલા જુદા જુદા બેન્ક ખાતાઓમાં કુલ રૂ. 1,35,29,817 ની રકમ ટ્રાન્સફર કરાવી લઈને છેતરપિંડી કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની GLS યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે કરી બિભત્સ માંગણી, સ્ક્રિન શોટ્સ વાયરલ

આ પણ વાંચો:અમરેલીમાં પિતાએ જ પુત્રી પર ગુજાર્યો બળાત્કાર, લાલબત્તી સમાન ઘટના

આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિ. પ્રોફેસર સામે 5 વિદ્યાર્થિનીઓએ કર્યા આક્ષેપો