vadodra/ એક મહિલાને ફાઇનાન્સના પેપર પર સહી કરવાનું પડ્યું ભારે, જાણો શું છે આ મામલો

રાજ્યના ચાર મહાનગરોમાંના એક એવા વડોદરામાંથી જ એક હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં વડોદરામાં શહેરની એક મહિલા સાથે આ અનુભવ થયો છે, જ્યાં મહિલાએ પોતાનું સ્કૂટર લેવા તેના ફાઈનાન્સ માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સ એક વ્યક્તિને આપ્યા હતા, પરંતુ આ મહિલાને ડોકયુમેન્ટ આપ્યાના એક વર્ષ બાદ મહિલાને મોટો આંચકો લાગ્યો છે.

Gujarat Vadodara

આજના આ 21 મી સદીના યુગમાં કેટલાક એવા હાસ્યાસ્પદ કિસ્સા સામે આવતા હોય છે, જેને જાણીને તમે પણ અચરજમાં પડી જાવ કે, આ કઈ રીતે પોસીબલ હોય શકે.

આ જ રીતે રાજ્યના ચાર મહાનગરોમાંના એક એવા વડોદરામાંથી જ એક હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં વડોદરામાં શહેરની એક મહિલા સાથે આ અનુભવ થયો છે, જ્યાં મહિલાએ પોતાનું સ્કૂટર લેવા તેના ફાઈનાન્સ માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સ એક વ્યક્તિને આપ્યા હતા, પરંતુ આ મહિલાને ડોકયુમેન્ટ આપ્યાના એક વર્ષ બાદ મહિલાને મોટો આંચકો લાગ્યો છે.

આ મહિલાને જાણ થઈ કે, તેને લોન ડિસ્બર્સલ લેટરની જગ્યાએ એક મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જેમાં સત્તાવાર રીતે વિજય નામના વ્યક્તિ સાથે તેના લગ્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ કિસ્સાની વાત કરીએ તો, વડોદરાની એક મહિલાએ ટ્રાન્સપોર્ટના ખર્ચમાંથી બચવા માટે સ્કૂટર લેવા ઈચ્છતી હતી અને આ માટે તેની મુલાકાત કરજણના વિજય પરમાર સાથે થઈ હતી. જો કે વિજય પરમારે મીનાના ઓછું ભણેલા હોવાનો ફાયદો ઉઠાવીને તેની સાથે લગ્નની નોંધણીના ડૉક્યુમેન્ટ પર સહી કરાવીને કહ્યું કે, આ વાહનની લોન માટેની અરજી છે. જો કે મીનાને આ વાતનો ખ્યાલ જ નહતો કે, તેણીએ જે કાગળ પર હસ્તાક્ષર કર્યા છે, તે લગ્નની નોંધણી માટેના હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો