દિવસે ને દિવસે પર્યાવરણને નુકસાન થઈ રહ્યુ છે. ત્યારે અમદાવાદના એક દંપતીએ પોતાના લગ્નમાં પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તે હેતુથી અમદાવાદમાં પ્રથમ ગો ગ્રીન વેડિંગનું આયોજન કર્યું છે. આ લગ્નમાં ખાસ કરીને ભોજનનો બગાડ અને પેપર, પ્લાસ્ટિક વસ્તુઓને અલગ-અલગ કચરા પેટીમાં નાખવા માટે આયોજન કર્યુ છે. લગ્ન પૂર્ણ થયા બાદ આ તમામ કચરો સીધોજ રિસાયકલ કરવા મોકલાશે જેથી શહેરમાં કચરાના ઢગલા ન થાય. ત્યારે આમ આ દંપતી પોતાના લગ્નની સાથો સાથ એક સામાજિક સંદેશો પણ લોકોને આપ્યો છે.

ક્યાંક હવામાં ક્યાંક પાણીમાં પ્રદુષણની માત્રા વધી જ રહી છે. ત્યારે”પર્યાવરણને બચાવવા” માટે દંપતી ઘ્વારા એક કમ્પનીને કોન્ટ્રેક્ટ અપાયો છે. કમ્પની દ્રારા સમગ્ર લગ્ન સ્થળ પર 10 થી વધુ વોલેન્ટિયરો ગોઠવાયા છે આ વોલેન્ટયરો લગ્નમાં આવેલા મહેમાનોને ક્યાં પ્રકારનો કચરો કી કચરાપેટીમાં નાખવો તેની માહિતી આપશે. અને લગ્ન પૂર્ણ થયા બાદ આ તમામ કચરો સીધોજ રિસાયકલ કરવા મોકલાશે જેથી શહેરમાં કચરાના ઢગલા ન થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
