Election/ જમાલપુરની બદલે ખાડીયામાંથી શાહનવાઝને ટિકિટ આપવું નિણર્ય કૉંગેસને પડયું ભારે

અમદાવાદથી લઈને દિલ્લી સુધી પોતાની સારી છબી ધરાવતા કોંગેસના યુવા નેતા અને જમાલપુરના પૂર્વ કાઉન્સિલર શાહ નવાઝ શેખને ખાડીયામાંથી ટિકિટ આપીને કોંગેસે પોતાના જ પગ ઉપર કુહાડી મારી દીધી છે. ખાડિયામાં શાહ નવાઝ શેખ હારી જતા તેમના સમર્થકોમાં કૉંગેસની રણનીતિ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. શાહ નવાઝે જમાલપુરમાંથી ટિકિટ માંગી હતી. જોકે, તેમને […]

Ahmedabad Gujarat

અમદાવાદથી લઈને દિલ્લી સુધી પોતાની સારી છબી ધરાવતા કોંગેસના યુવા નેતા અને જમાલપુરના પૂર્વ કાઉન્સિલર શાહ નવાઝ શેખને ખાડીયામાંથી ટિકિટ આપીને કોંગેસે પોતાના જ પગ ઉપર કુહાડી મારી દીધી છે. ખાડિયામાં શાહ નવાઝ શેખ હારી જતા તેમના સમર્થકોમાં કૉંગેસની રણનીતિ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

શાહ નવાઝે જમાલપુરમાંથી ટિકિટ માંગી હતી. જોકે, તેમને ટિકિટ ન મળતા તેઓ ભારે રિસાઈ ગયા હતા અને અંતે તેમણે પાર્ટી છોડવાનું વિચારી લીધું હતું. શાહ નવાઝના રાજીનામાની ખબર છેક દિલ્લી સુધી પહોંચી જતા હાઇકમાન્ડે તાત્કાલિક શાહ નવાઝને જમાલપુરના બદલે ખાડીયામાંથી ઉભા રહેવા માટેની ટિકિટ આપી દીધી હતી.

સતત પાંચ વર્ષ સુધી જમાલપુરમાં કામગીરી કર્યા બાદ જયારે ખાડિયામાં પ્રચાર કરવા માટે શાહ નવાઝ લોકોને ઘરે ઘરે જઈને મળી રહ્યા હતા ત્યારે ખાડીયાના લોકોના દિલ જીતવામાં શાહ નવાઝ ફીકા પડયા હતા. લોકોએ શાહ નવાઝને વોટ ન આપીને ભાજપને જ ખાડિયાની કમાન સોંપવાની વિચારધારા અપનાવી લેતા ખાડિયામાં ભાજપનો ભગવો લહેરાયો હતો.

કોંગેસના યુવા નેતા શાહ નવાઝની પક્ષની અંદર અમદાવાદથી દિલ્લી સુધીની પકડ સારી છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ખુબજ નજીકના નેતા તરીકેની તેમની પાર્ટીમાં છાપ છે. તેમજ અમદાવાદના એનએસયુઆઇના યુવાનો તેની એક અવાજમાં દોડતા ભાગતા થઇ જાય છે. એટલુંજ નહીં જમાલપુરના સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે તેમના વિસ્તારમાં શાહનવાઝની કામગીરી સારી બોલાય છે. લોકોંની સાથે શાહ નવાઝનો ટ્યુનીંગ પણ ખુબજ સારો છે. તેમ છતાં કેમ તેમને જમાલપુરની જગ્યાએ ખાડીયામાંથી ટિકિટ આપવામાં આવી તે વાત જમાલપુરના સ્થાનિકોની સમજની બહાર જઈ રહી છે. સ્થાનિકોનું માનવું છે કે ખાડિયામાં શાહ નવાઝની હાર માટે ખુદ પાર્ટી જ જવાબદાર છે. કેમકે પાર્ટીએ ખોટું નિર્ણય લઈને શાહ નવાઝના રાજનીતિ કરિયર ઉપર હારનો દાગ લગાડી દીધો છે જે ક્યારેય નહિ નીકળી શકશે.