ગુજરાતમાં મહિલા વિરોધી અપરાધો દિવસેને દિવસે વધી રહ્યા હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. એક તરફ દેશમાં મહિલા સશક્તિકરણની જુંબેશ જોવામાં આવી રહી છે. તો બીજી તરફ ગુજરાત જેવા મહિલાઓ માટે પૂર્વે સ્વર્ગ સમા ગણાતા રાજ્યમાં સાંપ્રાત સમયમાં અનેક મહિલા વિરોધી ગુનાઓ છાશવારે સામે આવી રહ્યા છે. આવી જ એક ધૃણાસ્પદ ઘટના ફરી સામે આવી છે. અને પ્રાથમીક અહેવાલો મુજબ મહિલાની દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટના આણંદમા ઓડ ગામની મહિલા સાથે ઘટી હોવાની માહિતી સામે આવી રહી છે ઓડ ગામની મહિલાની લાશ મળી આવી છે. મહિલા સાથે રેપ કરાયો હોવાનાં પ્રાથમીક દ્રષ્ટીએ પૂરાવા સામે આવી રહ્યા છે. અઘમો દ્વારા રેપ પછી મહિલાનું મર્ડર થયાની શંકા કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહિલા ઓડ ગામથી આણંદ પેન્શન લેવા માટે ગઈ હતી. મોડી રાતે ખંભોળજનાં માર્ગ પરથી ઓડ ગામની રહેવાશી લક્ષ્મી નામની મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વઘુ તપાસ હાથ ધરી હતી. આપને જણાવી દઇએ કે ઓડ ગામ, આણંદ જીલ્લાનાં ઉમરેઠ પાસે આવેલું નાનકડું ગામ છે. મહિલાની આ રીતે રેપ વિથ મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
