Surat News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વારંવાર દારૂ મળી આવતો હોય છે, ત્યારે હવે આ વખતે તો વાત ખૂબ આગળ જ વધી ગઈ છે . હવે તો દારૂ તો ખૂબ જ સામાન્ય વાત થઈ ગઈ છે આપના ગુજરાતમાં. પરંતુ હવે આપના આ ગુજરાતમાં અવાર-નવાર ડ્રગ પણ મળી આવતું હોય છે . હવે તો ડ્રગની સાથે ગોગો પેપરનું પણ વેચાણ થઈ રહ્યું છે.
ઘણીવાર પોલીસ દ્વારા દારૂ અને ડ્રગ વિરોધી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે હવે સુરતમાં થોડા દિવસ પહેલા S.O.G.પોલીસ એટલે કે સ્પેસિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાનના ગલ્લાઓ પર તવાઈ બોલાવી છે. તેની સાથે જ ગોગો પેપરનુ વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં દરોડા દુકાનો પર દરોડા પડ્યા હતા. S.O.G.ની ટીમે સુરતના ઉધના વિસ્તારમાં મગદલ્લા રોડ પર દરોડા પડ્યા હતા.
પોલીસની આકસ્મિક તપાસ કરતાં ગોગો પેપર અને રોલનું વેચાણ કરતાં તત્વો અને દુકાનદારોને ત્યાં રેડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ પેપરનો ઉપયોગ યુવાનો દ્વારા ગાંજો પીવામાં કરવામાં આવતો હતો. આ દરોડામાં સ્પેસિયલ ઓપરેશન ગ્રૂપના D.C.P.રાજદીપસિંહ નકુમ સહિતની ટીમ જોડાઈ હતી.પોલીસે ગોગો પેપરના તમામ વિક્રેતાઓને તાત્કાલિક ધોરણે ગોગો પેપરનું વિચાણ બંધ કરવા કડક ચેતવણી આપી છે.આ ગોગો પેપર અને રોલ ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે પણ પ્રયાસ હાથ ધર્યા છે. આમ અચાનક પોલીસની રેડથી ડ્રગનું વેચાણ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આથી સ્પસ્ટ થાય છે કે યુવાધનને નશાખોરીથી દૂર રાખવા અને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓને દૂર કરવા સુરત પોલીસ સતર્ક બની છે.
આ પણ વાંચોઃ સુરતમાં SOGના દરોડા, બે ડેરીઓમાંથી કુલ143 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરાયો
આ પણ વાંચોઃ સુરત : વ્હેલ માછલીની ઉલટી સાથે SOGએ એક ઇસમની ધરપકડ કરી
આ પણ વાંચોઃ સુરતના મહિધરપુરા વિસ્તારમાં SOGના દરોડા, ગોલ્ડ સ્મગલિંગનો કર્યો પર્દાફાશ

