Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવતી રહે છે , ત્યારે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદનું કેન્દ્ર બની છે. રાજકોટના દર્દીઓ માટે જીવાદોરી સમાન ગણાતી અને રાજકોટના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન ગણાતું જન ઔષધી કેન્દ્ર બંધ થયું .
રાજકોટ હોસ્પિટલ ની અંદર છેલ્લા ઘણા સમયથી કાર્યરત પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર છેલ્લા 2 દિવસથી અચાનક બંધ થયુ ત્યાં કેન્દ્ર પર અચાનક દર્દીઓને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો હતો ,કોઈ પણ પ્રકારની સૂચના કે નોટિસ પાઠવ્યા વિના ઔષધી કેન્દ્ર બંધ રહેતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો .
ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓનો પરિવાર અન્ય મેડિકલ સ્ટોર્સમાંથી દવા લેવા માટે મજબૂર બન્યા. ઔષધી કેંન્દ્ર બંધ થતાં સસ્તી દવાઓ ન મળતા દર્દીઓને મોંઘી દવા ખરીદવાની ફરજ પડી, જેના કારણે ગરીબોને મોટાપાયા પર હાલાકી ભરતા તેઓ ભારે રોષે ભરયા. ભારે રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક જન ઔષધી કેન્દ્ર ચાલુ કરવાની માંગ કરી છે .
જો કે આ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેડક્રોસ સંચાલિત જન ઔષધી કેન્દ્ર સિવિલ હોસ્પિટલમાં નહિ પણ રેડક્રોસ હેઠળ આવતું હોવાનું આર. એમ. ઓ. દ્વારા જણાવવા માં આવ્યું છે .ઔષધિ કેન્દ્રને તાળા લગતા લોકો ભારે હલકી ભોગવી રહ્યા છે. અને લોકોએ તાત્કાલિક ઔષધિ કેન્દ્ર ચાલુ કરવાની માંગ કરી છે .
આ પણ વાંચોઃ રાજકોટની સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો વાયરલ, ફરજ પર ડોક્ટર કેમેરામાં ઊંઘતા કેદ
આ પણ વાંચોઃ રાજકોટમાં સિવિલના પ્રિઝનરવોર્ડમાં સારવાર લઇ રહેલા બે કેદીઓએ ખાધા કાચ, એકે ચોથા માળેથી છલાંગ લગાવતા મોત

