Not Set/ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં આટલો સ્ટાફ કોરોના સંક્રમિત થવા છતાં અવિરત સેવા, 15,000 જેટલા સંક્રમિતોને કર્યા સાજા

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના સંક્રમણને રાજકોટમાં આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આખું વર્ષ અસંખ્ય દર્દીઓ આવતા રહ્યા પરંતુ અહીંના ફાયર ફાઈટર એટલે અહીંનો સ્ટાફ મક્કમતા

Gujarat Rajkot

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના સંક્રમણને રાજકોટમાં આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આખું વર્ષ અસંખ્ય દર્દીઓ આવતા રહ્યા પરંતુ અહીંના ફાયર ફાઈટર એટલે અહીંનો સ્ટાફ મક્કમતા સાથે કોરોના પીડિતોને સેવા આવતો રહ્યો છે. દેશની રક્ષા જેમ સૈનિકો કોઈપણ સ્થિતિમાં અડગ રીતે કરતા હોય છે તે જ રીતે આ સ્ટાફે પણ હાર માની નથી. એટલું જ નહિ આ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિતના 433 લોકોનો સ્ટાફ પોતે કોરોના સંક્રમિત થયા હોવા છતાં હાર માની નથી તેમજ એક વર્ષમાં14,996 જેટલા દર્દીઓને સાજા કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

Rajkot Civil Hospital has other problems amid Covid — patient 'assault',  recalling dead body

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમ્યાન રેસીડેન્ટ તબીબો સહિત 262 લોકોને, નર્સીગ સ્ટાફના 146 વ્યક્તિઓને અને અન્ય સ્ટાફના 125 લોકો મળી કુલ 433 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સોને કોરાનાનો ચેપ લાગ્યો. 13 તબીબ દંપતિ પણ સંક્રમિત થયા પણ સાજા થઇને સેવામાં લાગી ગયા. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કહે છે દર્દીઓની સેવા કરવી એ અમારો જીવન છે અને જ્યાં સુધી કોરોના જશે નહિ ત્યાં સુધી અમે સેવા આપવા તત્પર છીએ.રાજકોટમાં કોરોનાની એન્ટ્રી થયાને એક વર્ષ થયું છે ત્યારે રાજકોટની પંડિત દીનદયાળ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જે કામગીરી થઇ છે તે બિરદાવવાને લાયક છે. કોરોનાના સંક્રમણને નાથવા દર્દીઓની ઉત્તમ ફરજ બજાવી શ્રેષ્ઠ સારવાર થકી સરકારી હોસ્પિટલના સમર્પિત ભાવે કાર્યરત ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મીઓની સેવા ભાવનાએ કોરોનાના એક વર્ષ દરમિયાન અનેક લોકોને નવજીવન બક્ષ્યુ છે.દર્દીઓની સંખ્યા પણ વધતા જતા અંતે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એક તબક્કે 562 બેડની વ્યવસ્થા કરી તમામને સારવાર આપવામાં આવી હતી.

COVID-19 patient 'thrashed' inside Rajkot Civil Hospital in viral video-  The New Indian Express

રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજય સરકારના આરોગ્ય વિભાગના સંકલન હેઠળ તેમજ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં કોરાનાને કાબુમાં લેવા શ્રેણીબધ્ધ પગલા લેવાયા હતા અને હજુ પણ કોરાનાના સંક્રમણને ધ્યાને લઈ સેવાના મંત્ર સાથે કામગીરી થઇ રહી છે. કોરાનાના પ્રારંભિક તબકકાના સમયમાં કોરોનાનો એક પણ કેસ સોસાયટીમાં આવે તો લોકો ભયભીત થઇ જતા હતા તેવા સમયે સરકારી તબીબો અને સ્ટાફે જરા પણ વિલંબ કર્યા વગર પીપીઇ કીટમાંથી પડતા પરસેવા વચ્ચે કોરોનાગ્રસ્ત દરદીની પાસે જઇને તેની સારવાર કરી હતી. લોકડાઉનમાં લોકો ઘરમાં પરિવાર વચ્ચે રાહતનો શ્વાસ લેતા હતા તેવા સમયે આરોગ્ય કર્મીઓ હોસ્પિટલમાં તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હતા.રાજકોટની કોવીડ હોસ્પિટલમાં 48,305 અને નોન કોવીડમાં 6.66 લાખ લોકોની ઓપીડી સેવા પૂરી પાડવામાં આવી હતી.

Discharged Rajkot man thanks doctors, staff of civil hospital | Cities  News,The Indian Express