Banaskantha News/ બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા માતા-પિતા અને પુત્રનું મોત…

બનાસકાંઠાના વાવના ધારધરા ગામમાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે.

Gujarat Top Stories Others Breaking News

Banaskantha News: બનાસકાંઠાના વાવના ધારધરા ગામમાં વીજ કરંટ (Electrocution) લાગવાથી ત્રણ લોકોના મોત (Death)  થયા છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના વીજ કરંટ લાગવાથી મોત થયા છે. વીજ કરંટ લાગવાથી માતા-પિતા અને પુત્રના દુઃખદ મોતથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક પરિવારના સભ્યોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાવની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી નજીકના ઉંબરી ગામમાં  પણ વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતા, જ્યાં ખેતરમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજ લાઈનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં એક માતા, તેનો પુત્ર અને પાડોશમાં રહેતી એક બાળકીનો સમાવેશ થાય હતો. ઘટના બાદ ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શિહોરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં વીજ કરંટ લાગવાથી 3ના મોત, 1 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:કાંકરેજનાં ઉંબરી ગામમાં મહિલા સહિત 2 બાળકોના વીજ કરંટથી મોત

આ પણ વાંચો:સાબરકાંઠાના પ્રાંતિજમાં વીજ કરંટ લાગતા 9 વર્ષની બાળકીનું મોત