Mehsana news/ મહેસાણામાં કબૂતરબાજ એજન્ટે લીધો યુવાનનો જીવ, ઓસ્ટ્રેલિયા જવાનું સપનું રહી ગયું અધૂરું

હર્ષિલ પટેલ નામના યુવાને વિદેશ જઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવા માટે તેણે ધાર્મિક પટેલ નામે આવેલા એક એજન્ટનો સંપર્ક કર્યો હતો.

Top Stories Gujarat Breaking News

Mehsana News:મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જેમાં એક યુવાને કથિત રીતે ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે થયેલી ઠગાઈના આઘાતમાં આવીને આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે, અને સ્થાનિક પોલીસે આ મામલે એજન્ટ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

રણાસણ ગામના રહેવાસી હર્ષિલ પટેલ નામના યુવાને વિદેશ જઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવા માટે તેણે ધાર્મિક પટેલ નામે આવેલા એક એજન્ટનો સંપર્ક કર્યો હતો, જેણે હર્ષિલને ઓસ્ટ્રેલિયા મોકલવાનું વચન આપ્યું હતું. ધાર્મિકે દાવો કર્યો કે તે 6 મહિનાની અંદર હર્ષિલને ઓસ્ટ્રેલિયા મોકલી દેશે અને આ માટે તેણે 29 લાખ રૂપિયાની મોટી રકમની માગણી કરી. હર્ષિલ અને તેના પરિવારે આ રકમ ચૂકવી દીધી, પરંતુ એક વર્ષ વીતી જવા છતાં ન તો હર્ષિલને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યો, ન તો તેમના રૂપિયા પરત કરવામાં આવ્યા.

રૂપિયા પરત ન મળવા અને વિદેશ જવાનું સપનું તૂટી જવાના આઘાતથી હર્ષિલ પટેલ ગંભીર માનસિક તણાવમાં આવી ગયો. આ દબાણને કારણે તેણે ઝેરી દવા પી લીધી, જેના કારણે તેની હાલત ગંભીર બની. હર્ષિલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ડોક્ટરો તેનો જીવ બચાવી શક્યા નહીં, અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રી-ડેવલપમેન્ટ બિલ્ડિંગના ત્રીજા માળેથી યુવકનું પટકાતાં મોત

આ પણ વાંચો:મહેસાણામાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી ઉજાગર, 19 વર્ષીય યુવતીને ગિલોસણ ગામના સરપંચ પદે નિયુક્ત કરી

આ પણ વાંચો:મહેસાણાના વિજાપુરમાં પિતા-પુત્રના સંબંધો શર્મસાર, પુત્રએ પિતાની કરી ઘાતકી હત્યા