Breking News/ પાવાગઢ ડુંગર પર વહેલી સવારે મોટી હોનારત, પાટિયાપુલ નજીક પથ્થરો ધસી પડતાં યાત્રિકો દબાયા

યાત્રાધામ Pavagadh ડુંગર પર વહેલી સવારે 5 વાગ્યે પાટિયાપુલ નજીક પથ્થરો ગબડવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારે વરસાદના કારણે બનેલી આ ઘટનામાં 2 યાત્રિકોના મોત થયા છે અને રોપ-વે ટીમ તથા પોલીસ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.

Top Stories Gujarat Breaking News
pavagadh

Pavagadh Hill Accident Today: પંચમહાલ જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ(Pavagadh) ખાતેથી એક અત્યંત ગમખ્વાર અને મોટા સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ(Pavagadh) ડુંગર પર આજે વહેલી સવારે આશરે 5:00 વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં ડુંગર પર આવેલા પાટિયા પુલ નજીક અચાનક પહાડ પરથી મોટા પથ્થરો ધરાશાયી થઈને નીચે ગબડ્યા હતા. આ પથ્થરો પગથિયાં પરથી પસાર થઈ રહેલા શ્રદ્ધાળુઓ પર પડતાં અંદાજે 15 જેટલા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા અને સ્થળ પર અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. પથ્થરની અચાનક પડેલી અસહ્ય અસરને પગલે 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે.

વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે માટી ખસી

મળતી માહિતી અનુસાર, પાવાગઢ(Pavagadh) વિસ્તારમાં થઈ રહેલા ધોધમાર વરસાદને કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો. પાણીના આ તેજ પ્રવાહને લીધે ડુંગરની માટી ખસતાં ભારે પથ્થરો નીચે ગબડ્યા હોવાના અહેવાલ છે. વહેલી સવારનો સમય હોવાથી દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓ આ પથ્થરોની લપેટમાં આવી ગયા હતા અને 4 થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હતા. ઘટનાની જાણ થતાં જ રોપ-વેની સ્થાનિક ટીમ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ ભારે વરસાદ અને દુર્ગમ પરિસ્થિતિ વચ્ચે જોખમ ખેડીને સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઈજાગ્રસ્તોને હાલોલ હોસ્પિટલ ખસેડાયા(Pavagadh)

આ ગંભીર હોનારતની જાણ થતા જ પાવાગઢ(Pavagadh) પોલીસનો મોટો કાફલો અને વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું. કાટમાળ અને પથ્થરો નીચે ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે હાલોલની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. હાલમાં તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હજુ પણ પથ્થરો નીચે અન્ય લોકો ફસાયેલા છે કે નહીં તે માટે બચાવ કામગીરી વધુ તેજ બનાવીને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:પાવાગઢ જવાના હોવ તો આ ખાસ વાંચી લેજો, ભક્તો માટે 05 દિવસ બંધ રહેશે રોપ-વે સુવિધા..

આ પણ વાંચો:પાવાગઢમાં ડુંગર પર માલ-સામાન લઈ જતો રોપ-વે તૂટતા 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ

આ પણ વાંચો:અંબાજીના ગબ્બર ગઢ ખાતે મેન્ટેનન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા ચાર દિવસ બંધ