Breaking News/ પાવાગઢમાં ડુંગર પર માલ-સામાન લઈ જતો રોપ-વે તૂટતા 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ

પાવાગઢ ખાતે ડુંગર પર માલ-સામાન લઈ જતો ગુડ્સ રોપ-વે અચાનક તૂટી પડ્યો, જેના કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ.

Top Stories Gujarat Others Breaking News

Breaking News: પાવાગઢના પ્રખ્યાત શક્તિપીઠ ખાતે આજે એક કાર્ગો રોપ-વે તૂટી પડ્યો. આમાં 6 લોકોના મોત થયા છે. રોપ-વેનો દોરડું તૂટવાથી આ અકસ્માત થયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે. હાલમાં, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ કરી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

મૃતદેહોને તાત્કાલિક હાલોલ સબ-જિલ્લા હોસ્પિટલમાં લઇ જવમાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં હાલોલના ધારાસભ્ય અને નાયબ પોલીસ અધિક્ષક હોસ્પિટલ પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

હાલોલ શહેરમાં ગણેશ વિસર્જન શોભાયાત્રા ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત થયો છે. જેના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં ચકચાર અને શોકનું વાતાવરણ છે.

પાવાગઢ એક પ્રખ્યાત યાત્રાધામ હોવાથી, અહીં થયેલા આ અકસ્માતથી ભક્તો, યાત્રાળુઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે.

પાવાગઢમાં માંચીથી મહાકાળી મંદિર સુધી બાંધકામ સામગ્રી લઈ જવા માટે એક અલગ કાર્ગો રોપ-વે બનાવવામાં આવ્યો છે. બાંધકામ સામગ્રી લઈ જતી વખતે રોપવેનો વાયર તૂટી જતાં આ અકસ્માત થયો હતો. નોંધનીય છે કે પાવાગઢમાં ભક્તોને લઈ જવા માટે એક અલગ રોપ-વે છે.

આગાઉ પણ 2003 માં આવી ઘટના બની હતી જેમાં સાત લોકોના મોત થયા હતા, અને 45 લોકો ઘાયલ થયા હતા અને આખા ટેકરીઓની ટોચ પર ઉત્સવનું વાતાવરણ અચાનક દુ:ખદ બની ગયું હતુ 14 વર્ષ પહેલાં કાર્યરત આ રોપ-વે ટેકરીઓની વચ્ચે આવેલા માચીથી ટેકરીની ટોચ પર આવેલા મહાકાળી મંદિર સુધી ચાલતું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાવાગઢ જવાના હોવ તો આ ખાસ વાંચી લેજો, ભક્તો માટે 05 દિવસ બંધ રહેશે રોપ-વે સુવિધા..

આ પણ વાંચો:ગબ્બર પર રોપ-વે સુવિધા 6 દિવસ માટે રહેશે બંધ, યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈ તંત્ર દ્વારા નિર્ણય

આ પણ વાંચો:અંબાજીના ગબ્બર ગઢ ખાતે મેન્ટેનન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા ચાર દિવસ બંધ