New Delhi News/ લાલ કિલ્લામાંથી 1 કરોડના કળશની ચોરી, જૈન સમારોહમાં બન્યો બનાવ

આ ઘટના 2 સપ્ટેમ્બરના રોજ એક જૈન ધાર્મિક સમારોહ વખતે બની હતી

Top Stories India

New Delhi News : દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં એક જૈન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. અહીંના જૈન શિબિરમાંથી ધોળા દિવસે સોનાના 2 કળશ અને લગભગ 1.5 કરોડ રૂપિયાની કિંમતનો સામાનની ચોરી થઈ હતી.

સોનાના એક કળશ પર લગભગ 760 ગ્રામ સોનાનું નારિયેળ લગાવેલુ હતું. તે સિવાય હીરા, પન્ના અને માણેક બીજા કળશમાં જડેલા હતા. જૈન ધર્મમાં આને પવિત્ર માનવામાં આવે છે અને ધાર્મિક અનુષ્ઠાનમાં તેનો ઉપયોગ થાય છે.

આ ઘટના 2 સપ્ટેમ્બરના રોજ એક જૈન ધાર્મિક સમારોહ વખતે બની હતી. દિલ્હી પોલીસે 6 સપ્ટેમ્બરના રોજ આ ઘટનાની જાણ કરી હતી. સમારોહની વચ્ચે જ કળશ સ્ટેજ પરથી ગુમ થઈ ગયો હોવાનું પોલીસે કહ્યું હતું.

દરરોજ પૂજા માટે ઉદ્યોગપતિ સુધીર જૈન કળશ લાવતા હોવાનું પોલીસે કહ્યું હતું. ગયા મંગળવારે પણ તેઓ પૂજા માટે કળશ લાવ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું દિલ્હી પોલીસે જણાવ્યું હતું. કિંમતી વસ્તુઓ ભરેલી બેગ લઈને એક ચોર જૈન પૂજારીના વેશમાં ભાગી ગયો હોવાનું CCTVમાં દેખાય છે. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે અનેથોડા સમયમાં તેને ઝડપી લેવાશે, એમ પોલીસે કહ્યું હતું

જો કે, લાલ કિલ્લા પર સુરક્ષા ભંગની આ પહેલી ઘટના નથી. લાલ કિલ્લાની સુરક્ષા માટે ફરજ બજાવતા પોલીસકર્મીઓ 2 ઓગસ્ટના રોજ એક ડમી બોમ્બ શોધી શક્યા ન હતા.15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ માટે મોક ડ્રીલ માટે સ્પેશિયલ સેલની એક ટીમ 2 ઓગસ્ટના રોજ સાદા કપડામાં પહોંચી હોવાનું પોલીસે કહ્યું હતું. . લાલ કિલ્લામાં તેઓ નકલી બોમ્બ લઈને પ્રવેશ્યા હતા.

જે પોલીસકર્મીઓ લાલ કિલ્લા પર ફરજ બજાવતા હતા તે બોમ્બ શોધી શક્યા ન હતા. સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ જ્યાંથી યોજાયછે ત્યાંથી વ઼ાપ્રધાન દેશને સંબોધિત કરે છે.

4 ઓગસ્ટ: કોંગ્રેસના મહિલા સાંસદની ચેનની લુંટ થઈ હતી જોકે, લાલ કિલ્લા પર સુરક્ષા ભંગની આ પહેલી ઘટના નથી. દિલ્હીના ચાણક્યપુરીમાં આ પહેલા 4 ઓગસ્ટના રોજ મોર્નિંગ વોક માટે નીકળેલા કોંગ્રેસના સાંસદ સુધા રામકૃષ્ણન પાસેથી એક શખ્સે સોનાની ચેનની લુંટ કરી હતી.

આ ઘટના તમિલનાડુ ભવન પાસે બની હતી. સોનાની ચેન ખેંચવાના કારણે સાંસદના ગળામાં ઈજા થઈ હતી. મારી લગભગ 32 ગ્રામથી વધુ વજનની સોનાની ચેનની લુંટ કરવામાં આવી છે અને આ હુમલાથી હું ખૂબ જ આઘાતમાં છું, એમ સુધાએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુંબઈમાં મરાઠા આંદોલન તીવ્ર બન્યું, જરંગે આજથી અનિશ્ચિત સમય માટે ઉપવાસ શરૂ કરશે

આ પણ વાંચો:મુંબઈના વિક્રોલીમાં ભારે વરસાદને કારણે ભૂકંપ, 2 લોકોના મોત અને 4 ઘાયલ!

આ પણ વાંચો:મુંબઈમાં મુશળધાર વરસાદ અમિતાભ બચ્ચનના ઘર સહિત શહેર આખું જળમગ્ન, ટ્રેનો-ફ્લાઇટ્સ ઠપ્પ