ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાલમાં ઘણી ચર્ચાઓ અને માહિતીઓ મળી રહી છે.હાલ નારાજ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે, હાલ પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે જે કોઇને ટિકિટ ન મળે તે પાર્ટીમાંથી રાજીનામું આપીને અન્ય પાર્ટીમાં સામેલ થઇ જાય છે, ગુજરાતના ખેડા જિલ્લાના માતર તાલુકામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માતરમાં ભાજપના દિગ્ગજ નેતા કેસરી સોલંકીને આ વખતે ટિકિટ ન મળતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ બેઠક પર ભાજપનો દબદબો છે એટલે આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ચૂંટણી પણ રસપ્રદ બની રહેશ.
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીના (પડઘમ વાગી ગયા છે. ગુજરાતમાં ભાજપનું એકહથ્થું સાશન ચાલ્યું આવે છે, ત્યારે અવનારી ચૂંટણીમાં પણ પોતાની પ્રબળ દાવેદારી નોંધાવવા ગુજરાત પ્રદેશ ભાજપે પ્રયત્નો ચાલુ કરી દીધા છે. તો આ વખતની ચૂંટણીમાં આપ પોતાની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રીને લઈને આશાવાદી છે. એવામાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકવવા જોર લગાવે એ સ્વાભાવિક છે. દરેક પક્ષ માટે મહત્વની એવી મધ્યગુજરાતની આ માતર બેઠક છે
