Ahmedabad/ ધોળા દિવસે લુંટ ના ઇરાદે ફાયરિંગ , હોલેસેલના વેપારી પાસેથી 35 હજારની લૂંટ કરી બુકાનીધારી 3 શખ્સો ફરાર

કૃષ્ણનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.હાલમાં ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ મુજબ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ છે.

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત- મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલ એક હોલસેલ વેપારીના ત્યાં ભર બપોરે લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું. ગાયત્રી ટ્રેડર્સ નામના દુકાન ધારક સાથે અજાણ્યા ત્રણ શખ્સોએ પૈસાની માગણી કરી હવામા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે દુકાન માલિકે પ્રતિકાર કરતા લૂંટારૂઓ ૩૫ હજાર જેટલી રોકડ રકમની ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.હાલમાં ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ મુજબ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ છે. મળતી માહિતી અનુસાર લૂંટારૂઓ હતા અને હિન્દી ભાષામાં વાતચીત કરતા હોવાનું ખૂલ્યું છે. અને પલ્સર બાઈક સાથે આવેલા બે લુંટારૂ નિકોલ તરફના રોડ થી ફરાર થયા હોવાનું ખુલ્લુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…