RBI News: કેબિનેટની નિમણૂક સમિતિએ ડો. ઉર્જિત પટેલની આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) તરીકે નિમણૂક કરાયા છે. આ નિમણૂક ત્રણ વર્ષના સમયગાળા માટે છે, જે તેના કાર્યભાર સંભાળ્યાની તારીખથી અથવા આગામી આદેશો સુધી અમલમાં રહેશે. રઘુરામ રાજન પછી ડો. ઉર્જિત પટેલ ભારતના 24મા RBI ગવર્નર બન્યા હતા.
પટેલે 2016 માં RBI ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો
પટેલે સપ્ટેમ્બર 2016 માં RBI ના 24મા ગવર્નર તરીકે કારકિર્દી સંભાડી હતી. ડિસેમ્બર 2018 માં, તેણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હતું. ગવર્નર બનતા પહેલા, પટેલે RBI માં ડેપ્યુટી ગવર્નર (DG) તરીકે સેવા આપી હતી, જ્યાં તેણે નાણાકીય નીતિ, આર્થિક નીતિ સંશોધન, આંકડા અને માહિતી વ્યવસ્થાપન સહિત અન્ય બાબતોનું સંચાલન કર્યું હતું. જાન્યુઆરી 2014માં પ્રકાશિત ઉર્જિત પટેલ સમિતિના અહેવાલે ભારતના નાણાકીય નીતિ માળખામાં સુધારા કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને આખરે સરકારે 4% CPI ને સત્તાવાર ફુગાવાના લક્ષ્ય તરીકે અપનાવવા તરફ દોરી હતી.
કાર્ય અનુભવ અને શૈક્ષણિક લાયકાત
પટેલે 1998-2001 દરમિયાન નાણા મંત્રાલયમાં સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. તેણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RI), IDFC લિમિટેડ, MCX લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન(Gujarat State Petroleum Corporation)માં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં હોદ્દા સંભાળ્યા હતા. તેણે યેલ યુનિવર્સિટી (YU)માંથી અર્થશાસ્ત્રમાં પીએચડી (PHD),ઓક્સફર્ડ યુનિવર્સિટી (OU)માંથી એમફિલ (MPhil) અને લંડન યુનિવર્સિટી (LU)માંથી બીએસસી(BSc)ની ડિગ્રી મેળવી હતી.
આ પણ વાંચો:ચીન-રશિયાની જાપાન સમુદ્રમાં ગુપ્ત લશ્કરી કવાયત, પુતિન-શીની યોજના, US સબમરીનનો જવાબ!
આ પણ વાંચો: અમેરિકામાં અભ્યાસ કરતા લોકો માટે ખરાબ સમાચાર!સમાપ્ત થઈ શકે છે OPT પ્રોગ્રામ,નહીં મળે નોકરી
