Gujarat News:રાજ્યમાં પૂર્વ-પ્રાથમિક શાળાઓ (School) ની નોંધણી અને નિયમન મુદ્દે શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે રાજ્યની તમામ પૂર્વ-પ્રાથમિક શાળાઓ માટે ફરજિયાત નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે, જેનો હેતુ શિક્ષણની ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. આ નિર્ણય હેઠળ, રાજ્યની દરેક પૂર્વ-પ્રાથમિક શાળા માટે આગામી ત્રણ મહિનામાં એટલે કે 1 સપ્ટેમ્બર, 2025 પહેલા ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા નવા ઠરાવ મુજબ, પૂર્વ-પ્રાથમિક શાળાઓએ ઓનલાઈન પોર્ટલ દ્વારા નોંધણી કરાવવી પડશે. આ પ્રક્રિયા દરમિયાન, શાળાઓએ તેમના માળખાકીય સુવિધાઓ, શિક્ષકોની લાયકાત, શિક્ષણશાસ્ત્ર પદ્ધતિ અને અન્ય જરૂરી વિગતો સબમિટ કરવાની રહેશે. નોંધણી માટેની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે, જેનો અમલ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પગલાનો હેતુ રાજ્યમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પ્રણાલીને વધુ વ્યવસ્થિત અને નિયમનકારી બનાવવાનો છે.

નવા નિયમો અનુસાર, પૂર્વ-પ્રાથમિક શાળાઓનું શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા નિયમિત નિરીક્ષણ કરવામાં આવશે. આ નિરીક્ષણ દરમિયાન, શાળાઓની શૈક્ષણિક ગુણવત્તા, સુરક્ષા ધોરણો, શિક્ષકોની લાયકાત અને વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. જો કોઈપણ શાળામાં કોઈ અનિયમિતતા કે નિયમોનું ઉલ્લંઘન જોવા મળશે, તો તેનો અહેવાલ સરકારને સુપરત કરવામાં આવશે અને સંબંધિત શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:આણંદમાં નશીલા પદાર્થના જથ્થા સાથે 7.42 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો
આ પણ વાંચો:આણંદમાં પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ મલેકની છરીના ઘા મારી હત્યા, હુમલાખોર ફરાર
