Anand News/ આણંદમાં નશીલા પદાર્થના જથ્થા સાથે 7.42 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો

SMCનાં અધિકારીઓએ મેફેડ્રોનનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી, બે આરોપી ફરાર

Gujarat Others

Anand News : સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)ના અધિકારીઓએ આણંદમાંથી એક શખ્સની ધરપકડ કરીને તેની પાસેથી રૂ.2,16,000નો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે મેફેડ્રોનનો જથ્થો તથા વાહન, રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ રૂ. 7,41,310 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં બે આરોપી ફરાર થઈ ગયા હતા જેમની પોલીસ શોધ ચલાવી રહી છે.

SMCનાં અધિકારીઓનાં અધિકારીઓને માહિતી મળી હતી કે આણંદના વાસદ નેશનલ હાઈવે નંબર-48 પરના વાસદ ટોલ પ્લાઝા પરથી એક શખ્સ નશીલા પદાર્થના જથ્થા સાથે પસાર થવાનો છે. જેને આધારે પોલીસે અહી જાળ બિછાવી હતી. જેમાં પોલીસે વાહનમાં જઈ રહેલા શખ્સને અટકાવીને તપાસ કરતા વાહનમાંથી રૂ. રૂ.2,16,000ની કિંમતનો 21.600 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યોહતો.

પુછપરછમાં આ શખ્સે તેનું નામ નિમ્બાર્ક વૈભવ કિશોરભાઈ તથા તે રાજકોટનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેણે અન્ય બે શખ્સોના નામ પોલીસને જણાવ્યા હતા. જેમના નામ હાર્દિક ઉર્ફે હેરી રાઠોડ અને મોહમ્મદ ઉર્વેશ સાકીર અહેમદ ગનતીવાલા હોવાનું કહ્યું હતું. જેને આધારે પોલીસે આ બન્ને શખ્સોની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં મટકી ફોડ ઉજવણી દરમિયાન વિજપોલ પડતા બાળકનું મોત, ઉત્સાહ માતમમાં ફેરવાયો

આ પણ વાંચો:કચ્છમાં દારૂના નશામાં બેફામ નબીરાનો આતંક, માંડવી-ભુજ રોડ પર ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:કચ્છના દરિયા કિનારે ત્રણ-ચાર કન્ટેનર ટેન્કર મળી આવ્યા, પોલીસ હેરાન