Maharashtra News/ પત્નીનું માર્ગ અકસ્માતમાં નીપજ્યું મોત, શબ માટે વાહન ન મળતા પતિને બાઇક પર બાંધીને લઇ જવી પડી!

આ કરુણ બનાવ બન્યા બાદ, ટ્રક ચાલક તો ઘટનાસ્થળેથી તરત જ ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન બેબાકળા પતિએ પોતાની મૃત પત્નીનું શબ લઈ જવા માટે ત્યાંથી પસાર થઇ રહેલા અનેક વાહનો પાસે મદદ માંગી.

Top Stories India

Maharashtra News: નાગપુર-જબલપુર રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર એક અત્યંત શરમજનક કિસ્સો બનવા પામ્યો છે. અહિં એક શખ્સની પત્નીનું ટ્રક નીચે કચડાઇ જવાથી કરુણ મોત નીપજ્યું હતુ. પત્નીનું મૃત શરીર લઇ જવા માટે એણે હાઇવે પરથી પસાર થતા લોકોની પાસે મદદ માંગી પરંતુ, કોઈ પણ વ્યક્તિએ એને મદદ કરી નહિં! આ પછી થાકી-હારીને, આખરે પોતાના જ બાઇક પર પત્નીની ડેડબૉડીને બાંધીને લઇ જવાનો પતિએ નિર્ણય કરવો પડયો હતો.

મહારાષ્ટ્રના નાગપુર-જબલપુર રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર માણસાઇને નેવે મૂકતી ઘટના સામે આવી છે. અહિં એક ટ્રકે સાઇડમાંથી કટ મારવા જતાં બાઇક દ્વારા જઇ રહેલા પતિ-પત્નીને ટક્કર મારી દીધી, જેમાં બાઇક પરથી પડી જવાને કારણે પત્ની ટ્રક નીચે આવી ગઇ અને કચડાઇ જવાથી ઘટનાસ્થળે જ એનું કરુણ મૃત્યુ નીપજ્યું હતુ. આ કરુણ બનાવ બન્યા બાદ, ટ્રક ચાલક તો ઘટનાસ્થળેથી તરત જ ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન બેબાકળા પતિએ પોતાની મૃત પત્નીનું શબ લઈ જવા માટે ત્યાંથી પસાર થઇ રહેલા અનેક વાહનો પાસે મદદ માંગી, પરંતુ કોઈએ પણ એની સહાયતા ન કરી! આખરે મજબૂર થઈને તેણે પત્નીની ડેડબૉડીને બાઇક પર બાંધીને લઇ જવાનો નિર્ણય કર્યો, જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે…

આ કમનસીબ ઘટનામાં, મૃત મહિલાનું નામ ગ્યારસી અમિત યાદવ અને તેના પતિનું નામ અમિત યાદવ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, દેવલાપાર પોલીસ સ્ટેશન એરિયાના મોરફટા વિસ્તારમાં સોમવારે બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે પાછળથી આવતી તેજ રફતાર ટ્રકે અચાનક સાઇડ કટ મારતા એની અડફેટે ચડી જવાથી બાઇક પર પાછળ બેઠેલી પત્ની પડી ગઇ હતી અને ટ્રકના પૈડાની નીચે આવી જવાના કારણે ઘટનાસ્થળ પર જ એનું કરુણ મૃત્યુ નીપજ્યું હતુ.

તેજ રફતાર ટ્રકની ટક્કરથી પત્નીનું મોત થઇ ગયુ અને આવી કરુણ ઘટના બની હોવા છતાં પણ કોઇ વાહન રોકાવા માટે તૈયાર ન થવાથી લાચાર પતિએ આંખોમાં આંસુ સાથે આજીજી કરી, હાથ જોડીને વાહનોને રોકવાની કોશિશ કરી હતી. આખરે, જ્યારે ક્યાંયથી મદદ ન મળી ત્યારે, પતિએ હારી-થાકીને પત્નીનું શબ પોતાના હાથમાં ઉઠાવીને બાઈક પર મૂક્યું અને તેને બાંધીને મધ્ય પ્રદેશ સ્થિત પોતાના ઘરે લઇ જવાનો ભારે હૈયે નિર્ણય કર્યો!

આ કરુણ બનાવમાં પીડિત પતિ-પત્ની બંને જણા મધ્ય પ્રદેશના સિવની ખાતેના રહેવાસી છે. છેલ્લાં 10 વર્ષોથી બંને કોરાડી પાસે આવેલા લોણારામાં રહેતા હતા. રક્ષાબંધનનો તહેવાર હોવાથી અમિત તેની પત્ની સહિત, લોણારા થી મોટરસાઇકલ પર દેવલાપાર થઇને કરણપુર જઇ રહ્યો હતો. આ દરમિયાન, આ અકસ્માત થવા પામ્યો હતો. જ્યારે આ શખ્સ પત્નીનું શબ લઇને કેટલાય કિલોમીટર પસાર કરી ચૂક્યો હતો ત્યારે, આગળ હાઈવે પોલીસ દ્વારા એને અટકાવવામાં આવ્યો હતો. પોલીસે તેની મૃત પત્નીના શબને પોતાના કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે નાગપુરની મેયો હોસ્પિટલ ખાતે મોકલી આપ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

આ પણ વાંચો:સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ નીકળ્યો વડોદરાનો!

આ પણ વાંચો:રણવીર અલ્હાબાદિયા પોલીસથી કેમ ભાગી રહ્યો છે ? તેને જવાબ આપ્યો, ‘મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે’