મદદ/ 19900 અમદાવાદીઓએ માગી કોરોના મૃત્યુ સહાય: 18,387 અરજીઓને મંજૂરી

જે લોકોની કોરોના સહાય અરજી નામંજૂર થઇ છે તેવા લોકોમાં સહાય આપવા માટે સરકાર થોડી દયા દાખવે એવો એક ગણગણાટ સાંભળવા મળ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
મદદ કરો

કોરોના ના કપરાકાળમાં લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા ત્યારે અનેક લોકોએ એકબીજાને સહાય કરીને માનવતા મહેકાવી હતી. જો કે કેટલાક લોકોએ આ સમયમાં પણ કમાણી કરવાનું જ ચાલુ રાખ્યું હતું. અનેક પરિવારોતે તેના સ્વજનો ગુમાવ્યા ત્યારે કોરોનાકાળમાં થોડી રાહત આપવા માટે સરકાર દ્વારા કોરોના માં મૃત્યુ પામેલા લોકોને સહાય જાહેર કરવાની વાત કરવામાં આવી હતી.

કોરોનાકાળ દરેક વ્યક્તિને શારીરીક, માનસિક અને આર્થિક ભાંગીનાખાનાર રહ્યો છે ત્યારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકો માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. જો કે સમગ્ર રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી હતી. સૌથી વધુ સંક્રમણ અને મોત પણ અમદાવાદમાં નોંધાયા હતા.રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેવા લોકોને 50 હજારની રોકડ સહાય આપવાનું નક્કી કરાયું હતું. જેમાંથી અમદાવાદ શહેર અને અમદવાદ ગ્રામ્ય વિસ્તારની  કોરોના સહાય માટે કલેકટર કચેરીને 19900 અરજી મળી છે. જેનાથી 18,387 અરજી મંજૂર કરવમાં આવી છે. અમદાવાદ કલેકટર દ્વારા  18,387 અરજીઓ મંજૂર કરીને કોરોના મૃત્યુસહાય પેટે કુલ 92.93 કરોડની રકમ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં ચૂકવવામાં આવી છે. જયારે કેટલાક કિસ્સામાં કોરોનામાં મોત અંગેના પુરતા પુરાવા ન હોવાથી અરજી  નામંજૂર થઇ છે. જેતે હોસ્પિટલમાંથી ફોર્મ નંબર ૪ મેળવવામાં પણ અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી તેવા અરજદારો નિરાશ થયા છે.

જે લોકોની અરજી નામંજૂર થઇ છે તેવા લોકોમાં સહાય આપવા માટે સરકાર થોડી દયા દાખવે એવો એક ગણગણાટ સાંભળવા મળ્યો હતો. એ લોકો ફરીથી રજૂઆત કરવાના મૂડમાં પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : માત્ર 9 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરતી પહેલી ગુજરાતી દીકરીને મળો