Ahmedabad News/ માનસિક અસ્થિર યુવકને ઝાડ સાથે બાંધીને મહિલા સહિત લોકોએ પટ્ટા વડે માર્યો, વીડિયો વાઈરલ

સિવિલ હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ પણ બનાવ બન્યો ત્યારે હાજર હતો જેમણે યુવકને છોડાવ્યો નહતો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં એક અસ્થિર યુવકને ઝાડ સાથે બાંધીને મહિલાઓ તથા અન્ય લોકોએ માર મારવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ બનાવનો વીડિયો પણ વાઈરલ થયો છે.  આ વીડિયોમાં દેખાતો યુવક માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. યુવક મહિલાઓની ઝુંપડી પાસે ઊભો હતો જેને લઈને મહિલા અને તેનાં સ્વજનોએ ભેગા મળીને યુવકને માર માર્યો હતો.

સિવિલ હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ પણ બનાવ બન્યો ત્યારે હાજર હતો જેમણે યુવકને છોડાવ્યો નહતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. માનસિક અસ્થિર યુવક કે મહિલા કોઈએ આ મામલે ફરિયાદ નોંધાવી નથી.સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે ત્યાં એક યુવકને મહિલા અને કેટલાક વ્યક્તિઓ ભેગા મળીને ઝાડ પાસે લઈ જઈ પટ્ટા વડે માર મારતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. યુવકને જ્યારે મારવામાં આવી રહ્યો હતો ત્યારે તેની આસપાસ સિવિલ હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ પણ દેખાઈ રહ્યો છે.

યુવકને માર મારતા યુવકનાં કપડાં પણ ઉતારવી દીધાં હતાં. કપડાં ઉતાર્યા ત્યાર બાદ પણ યુવકને પટ્ટા વડે મારવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે યુવક માનસિક અસ્થિર છે. યુવકની પત્નીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. યુવકની દીકરીનું મોત થયું હતું જેના કારણે તે માનસિક અસ્થિર થયો છે. જ્યારે યુવકને માર મારનાર લોકો સિવિલ હોસ્પિટલમાં શ્રમિક તરીકે કામ કરતા હતા તેઓ દાહોદ પરત રવાના થઈ ગયા હતા.

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, વીડિયો સિવિલ હોસ્પિટલ કેમ્પસનો છે, પરંતુ આ વીડિયોમાં સિવિલ હોસ્પિટલના કોઈપણ કર્મચારી જોડાયેલા નથી. યુવક માનસિક અસ્થિર હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ યુવકને લઈ ગઈ હતી.

શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી ઝાલાએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. યુવક માનસિક અસ્થિર હોવાથી તેને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો. યુવક તરફથી પોલીસને કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. જ્યારે યુવકને માર મારનાર મહિલાઓએ પણ યુવક વિરુદ્ધમાં કોઈ પોલીસ ફરિયાદ આપી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં સ્કૂલ બસે બાળકીને અડફેટે લેતા કરૂણ મોત

આ પણ વાંચો:વલસાડમાં ટેમ્પો ચાલકે 5 વર્ષની બાળકીને અડફેટે લેતા મોત

આ પણ વાંચો:ચોટીલાના મફતીયા પરા-2માં દુધેલી રસ્તા પર ઈકો ગાડીએ બાળકીને લીધી અડફેટે