- રેલ રોકો આંદોલન અંતર્ગત ટ્રેન સેવા છે બંધ
- ઊંઝા APMCના ચેરમેને મુખ્યમંત્રીને લખ્યો પત્ર
- 600 યાત્રાળુઓને પરત લાવવા લખ્યો પત્ર
- યાત્રિકોને સહીસલામત ગુજરાત લાવવા અપીલ
- વૈષ્ણોદેવી કટરા ખાતે યાત્રાળુઓ ફસાયા છે
વૈષ્ણોદેવી ખાતે ઊંઝાના લગભગ 600 યાત્રાળુઓ ફસાયેલા છે અને સરકાર પાસે મદદ માટે વિનંતી કરી રહ્યા છે. મા વૈષ્ણોદેવી સમિતિ છેલ્લા બે દિવસથી તમામ મુસાફરોના રહેવાની વ્યવસ્થા કરી રહી છે અને તમામ પ્રવાસીઓ પોતાના ઘરે પરત ફરી શકે તે માટે સરકારના પ્રતિનિધિઓ સાથે વાત કરી રહી હોવાનું જાણવા મળે છે. ખેડૂતોના આંદોલનને કારણે ટ્રેન રદ્દ કરવામાં આવતા તમામ પ્રવાસીઓ અટવાયા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ યાત્રાળુઓ કટરા પહોંચ્યા પછી, ટ્રેન અચાનક રદ કરવામાં આવી હતી, જેના કારણે તમામ પ્રવાસીઓ કટરામાં અટવાઈ ગયા હતા. ખેડૂતોના આંદોલનને કારણે ટ્રેન રદ્દ કરવામાં આવી છે. જેના કારણે ઘણા પ્રવાસીઓ કટરામાં અટવાયા છે. તેઓને હોટલમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી
યાત્રાળુઓની સમસ્યાને લઈ ઊંઝા APMCના ચેરમેને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે જાણ કરી છે. અને ફસાયેલા તમામ યાત્રીઓને સહીસલામત ગુજરાત પાછા લાવવા વિનંતી કરી છે.
સરકારના હસ્તક્ષેપથી જ આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
પંજાબમાં ખેડૂતોના આંદોલનને કારણે પશ્ચિમ રેલવેની 10થી વધુ ટ્રેનોને અસર થઈ છે. 22મી ડિસેમ્બરની વૈષ્ણોદેવી-બાંદ્રા સ્વરાજ એક્સપ્રેસ, જામનગર-વૈષ્ણોદેવી સ્વરાજ એક્સપ્રેસ અને ડૉ.આંબેડકર નગર-વૈષ્ણોદેવી માલદા એક્સપ્રેસ અને 23મી ડિસેમ્બરની બાંદ્રા-વૈષ્ણોદેવી સ્વરાજ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
નોંધનીય છે કે સુરતના પણ 1700 પ્રકાસી કટરા ખાતે ફસાયેલા છે. અને તેમણે પણ રાજ્ય સરકારને પાછા ફરવા માટે મદદની વિનંતી કરી છે. મા વૈષ્ણોદેવી સમિતિ છેલ્લા બે દિવસથી તમામ મુસાફરોના રહેવાની વ્યવસ્થા કરી રહી છે અને તમામ પ્રવાસીઓ સુરતમાં પોતાના ઘરે પરત ફરી શકે તે માટે સરકારના પ્રતિનિધિઓ સાથે વાત કરી રહી હોવાનું જાણવા મળે છે. ખેડૂતોના આંદોલનને કારણે રદ્દ કરાયેલા તમામ પ્રવાસીઓ અટવાયા હતા.
જખૌ ડ્રગ કેસ / ડ્રગ કેસમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળી આવ્યા પાકિસ્તાની ઓળખકાર્ડ
Gujarat / હિંદુઓ અને તેમની આસ્થા પર હુમલા સ્વીકાર્ય નથી, જૂનાગઢમાં આવતીકાલથી VHPની બેઠક.
Gujarat / હિંદુઓ અને તેમની આસ્થા પર હુમલા સ્વીકાર્ય નથી, જૂનાગઢમાં આવતીકાલથી VHPની બેઠક.
