Ahmedabad News : કસ્ટમના એર ઈન્ટેલિજન્સ યુનિટે (AIU) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) 24 ઓગસ્ટ 2025ના રોજ બે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં દુબઈથી આવેલી ઈન્ડિગો ફ્લાઈટમાં ટોયલેટમાંથી સોનાની પેસ્ટના બે પાઉચ મળી આવ્યા હતા. જેમાં રૂ.1.93 કરોડનું સોનુ કબજે કરવામાં આવ્યું હતું.

દુબઈથી ઈન્ડિગો ફ્લાઇટ નંબર 6E-1478 અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. બાદમાં તપાસ હાથ ધરવામાં આવતા એરપોર્ટના ટોયલેટમાંથી બે શંકાસ્પદ પાઉચ મળી આવ્યા હતા, અધિકારીઓને તે સોનાની પેસ્ટ હોવાની શંકા હતી. કસ્ટમ્સ અધિકારીઓએ પાઉચમાંથી સોનાની પેસ્ટને એક્સટ્રેશન પ્રોસેસ દ્વારા શુદ્ધ કરી, જેમાંથી કુલ 1867.310 ગ્રામ વજનના 999 શુદ્ધતા ધરાવતા બે સોનાના બાર પ્રાપ્ત થયા હતા. આ સોનાની બજાર કિમત રૂ. 1,93,26,659 છે. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ આ સોનુ જપ્ત કરવામાં આવ્યું છે.
બીજીતરફ તે જ દિવસે ફ્લાઇટ નંબર MH-202 દ્વારા કમ્બોડિયાથી મલેશિયા મારફતે અમદાવાદ આવેલા બે મુસાફરો પાસેથી કુલ 52,400 સિગારેટ સ્ટિક્સ જપ્ત કરવામાં આવી હતી. આ બંને ઘટનાઓ અંગે કસ્ટમ્સ વિભાગે તપાસ હાથ ધરી છે અને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગની કડી શોધવા વધુ વિગતો એકત્રિત કરી રહી છે.
આ પણ વાંચો: પાટણમાં સત્યનાં પારખા કરવા માટે બાળકીનાં હાથને ઉકળતા તેલમાં નંખાવ્યા
આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી આ રીતે કરાઇ પાટણ
