Not Set/ PMમોદી 30 સપ્ટેમ્બરે રાજકોટમાં આવશે, PMને આવકારવા માટે તડામાર તૈયારીઓ

રાજકોટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે 30મી સપ્ટેમ્બરએ  રાજકોટ આવશે ત્યારે તેને લઈને પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે. તંત્ર ખાનગી મંડપ સર્વિસ દ્વારા એક ભવ્ય ડોમ બનાવી રહ્યું છે. આ ડોમને  જર્મન ડોમ પણ કહેવાય છે. આ ડોમ માં આશ્રય 15000 જેટલા લોકોની કેપેસિટી ની છે. ડોમ માં 225 જેટલા ફેન લગાડવામાં આવશે. ડોમેમાં કુલ […]

Top Stories Rajkot

રાજકોટ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે 30મી સપ્ટેમ્બરએ  રાજકોટ આવશે ત્યારે તેને લઈને પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે. તંત્ર ખાનગી મંડપ સર્વિસ દ્વારા એક ભવ્ય ડોમ બનાવી રહ્યું છે.

આ ડોમને  જર્મન ડોમ પણ કહેવાય છે. આ ડોમ માં આશ્રય 15000 જેટલા લોકોની કેપેસિટી ની છે. ડોમ માં 225 જેટલા ફેન લગાડવામાં આવશે.

ડોમેમાં કુલ 200 ટનના એસી મુકવામાં આવશે, સાથે 150થી વધુ કુલરો પણ મુકવામા આવશે જેનાથી વડાપ્રધાન મોદીને અને  લોકોને ગરમીનો એહસાસ ના થાય.

ડોમના મધ્યમાં એક વિશાલ સ્ટેજ બનાવમાં આવ્યું છે. સ્ટેજ અને ડોમના આજુ બાજુ 60થી પણ વધુ સીસીટીવા કાખવામા આવશે.. ડોમ ના સ્ટેજ પર આશ્રય 150 જણા એક સાથે બેસી તેટલી કેપેસિટી ધરાવે છે.

20થી વધુ સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવશે જેથી વડાપ્રધાનનું ભાષણ ડોમમાં રહેલા તમામ લોકો સુધી પહોંચી શકે..આ સાથે 30મીએ કોઈ અણબનાવના બને તે માટે રાજકોટ પોલીસ કમિશ્નર તથા પોલીસ ટિમ દ્વારા શહેરમાંબાજ નજર રાખવામાં આવશે.