Rajkot/ RMCનાં Dy. કમિશ્નર નંદાણી કોરોના પોઝિટિવ : તબિયત સામાન્ય હોવાથી હોમ આઈસોલેટ

કોરોના સંક્રમણની ડામવા માટે અધિકારીઓ ખડેપગે રહેતા હોય છે ત્યારે અધિકારીઓને પણ એક બાદ એક કોરોનાનો સંક્રમણ લાગી રહ્યું હોવાનું સામે આવી રહ્યું હોવાના અસંખ્ય બનાવો જોવા મળ્યા છે.

Gujarat Rajkot Breaking News
  • રાજકોટ મનપાના વધુ એક અધિકારીને કોરોના
  • ડેપ્યુટી કમિશનર ચેતન કે.નંદાણીને કોરોના પોઝિટિવ
  • હોમ આઇસોલેશન હેઠળ ડે.કમિશનર સી.કે. નંદાણી

કોરોના સંક્રમણની ડામવા માટે અધિકારીઓ ખડેપગે રહેતા હોય છે ત્યારે અધિકારીઓને પણ એક બાદ એક કોરોનાનો સંક્રમણ લાગી રહ્યું હોવાનું સામે આવી રહ્યું હોવાના અસંખ્ય બનાવો જોવા મળ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીનો કોરોના રિપોર્ટ કરવા માટે આપ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હાલ 14 દિવસના હોમ આઇસોલેશન હેઠળ છે.

હાલ તેઓની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ તેમને કોરોનાના સામાન્ય લક્ષણો હોવાનું તબીબોએ જણાવ્યું છે. તેઓની તબીયત સ્થિર હોય કોઈ ચિંતાનો વિષય નથી તેવું તેમના નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી મોબાઇલ એપ્લિકેશન….