ગુજરાત/ સુરતમાં ઝડપાયા દેશી તમંચા અને કારતુસ, પોલીસે અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર

સુરતના સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહને બાતમી મળી હતી કે સચિન જીઆઇડીસીમાં આવેલા ખેતેશ્વર ચાર રસ્તા નજીક એક આરોપી તમંચા સાથે ફરી રહ્યો છે.

Gujarat Surat
તમંચા

@અમિત રૂપાપરા 

સુરતમાં પોલીસને દેશી તમંચા અને જીવતા કારતુસ સાથે એક આરોપીને પકડવામાં સફળતા મળી છે. સચિન જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતી કે ખેતેશ્વર ચાર રસ્તા નજીક એક આરોપી તમંચા સાથે ફરી રહ્યો છે. તેથી પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે આરોપી રાહુલ ગૌતમ પાસેથી બે હાથ બનાવટના દેશી તમંચા પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય એક આરોપી પ્રિયાંશુ ગૌતમને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સચિન જીઆઇડીસી પોલીસને દેશી તમંચા અને જીવતા કારતુસ સાથે એક આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. આ આરોપી પાસેથી બે હાથ બનાવટના દેશી તમંચા સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. તો પોલીસે એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કર્યો છે.

સુરતના સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહને બાતમી મળી હતી કે સચિન જીઆઇડીસીમાં આવેલા ખેતેશ્વર ચાર રસ્તા નજીક એક આરોપી તમંચા સાથે ફરી રહ્યો છે. તેથી પોલીસ દ્વારા બાતમીના આધારે સચિન જીઆઇડીસીના ખેતેશ્વર ચાર રસ્તા પાસે આવેલ પ્રભાવના મિલની બાજુમાં વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એક આરોપી પર શંકા જતા તેની તપાસ કરતાં તેની પાસેથી હાથ બનાવટના બે તમંચા મળી આવ્યા હતા અને એક જીવતા કારતુસ પણ આ આરોપી પાસેથી મળ્યો હતો.

આરોપીની પૂછપરછ કરતા તેનું નામ રાહુલ ગૌતમ હોવાનું સામે આવ્યું છે અને આરોપીની ઉંમર 19 વર્ષની છે. આરોપી સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આરવી ભાવ સોસાયટીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે અને આ બાબતે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં આરોપી રાહુલ ગૌતમ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ અન્ય એક આરોપી કે જેનું નામ પ્રિયાંશુ ગૌતમ છે તેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આરોપી રાહુલ ગૌતમની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવશે અને તે આ દેશી હાથ બનાવટના બે તમંચા અને એક જીવતો કારતુસ ક્યાંથી લાવ્યો હતો તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને કેટલા સમયથી તેની પાસે આ દેશી તમંચા હતા તે તમામ બાબતો પર આગામી દિવસોમાં પોલીસ કડકાઈથી આરોપીની પૂછપરછ કરી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર

આ પણ વાંચો:મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ

આ પણ વાંચો:ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી

આ પણ વાંચો:કલરવાળું અને દુર્ગંધ યુક્ત પાણી આવતું હોવાની ફરિયાદને લઈ જીપીસીબી એક્શનમાં, તાપી નદીના પાણીના લેવાયા સેમ્પલ

આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત