સુરત/ ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી

સુરતના અડાજણ વિસ્તારમાં સુરત મહાનગર પાલિકાના રિઝર્વેશનનો પ્લોટ પાલિકાએ ફૂડ કોર્ટ માટે ભાડે આપ્યો હતો પરંતુ આ પ્લોટ ભાડે લઈને પેટા ભાડુઆત મૂકી લા મેલા નામની ફૂડ કોર્ટ શરૂ કરી દીધી હતી.

Top Stories Rajkot Gujarat
ફૂડ કોર્ટ

@અમિત રૂપાપરા 

સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા જાટક છે. ત્યારે આવકના નવા નવા સ્ત્રોત ઊભા કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલિકાની જગ્યાઓ ભાડે આપીને આવક ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં સુરત મહાનગર પાલિકાના રિઝર્વેશનનો પ્લોટ પાલિકાએ ફૂડ કોર્ટ માટે ભાડે આપ્યો હતો પરંતુ આ પ્લોટ ભાડે લઈને પેટા ભાડુઆત મૂકી લા મેલા નામની ફૂડ કોર્ટ શરૂ કરી દીધી હતી. જોકે ત્યારબાદ પ્લોટ ભાડે લેનાર વ્યક્તિ દ્વારા પાલિકાને ભાડું ચૂકવવામાં આવ્યું ન હતું. ફૂડ કોર્ટ ભાડે લેનારે ભાડા માટે 11 લાખનો એક ચેક પણ આપ્યો હતો પરંતુ આ ચેક બાઉન્સ થયા બાદ 45 દિવસની વધારાની મુદ્દત ભાડું ભરવા માટે આપવામાં આવી હતી પરંતુ પ્લોટ ભાડે લેનારે ભાડું ન ભરતા અંતે પાલિકા દ્વારા આ પ્લોટને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Untitled 8 2 ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10ના વોર્ડ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા આ ફૂડ કોર્ટ ભાડે રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જગ્યા પર લા મેલા નામની એક ફૂડ કોર્ટ શરૂ કરી પેટા ભાડુઆત મૂકવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2022થી સુરેશ પટેલ દ્વારા ફૂડ કોર્ટ નું ભાડું સુરત મહાનગરપાલિકાને ચૂકવવામાં આવ્યું ન હતું અને માર્ચ 2023માં બાકી નીકળતાં નાણાનો છે કે સુરેશ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.  આ ચેક બાઉન્સ થતાં રાંદેર ઝોનના અધિકારી દ્વારા સુરેશ પટેલના બાબતે જાણ કરવામાં આવી હતી અને ચેક બાઉન્સ થયા બાદ પણ ભાડાની રકમ ભરવા માટે મુદત આપવામાં આવી હતી.

Untitled 8 3 ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી

સુરેશ પટેલે ભાડું ભરવામાં આનાકાની કરતા આખરે મહાનગરપાલિકા દ્વારા આ ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યું છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે આ પ્લોટની ભાડાની મુદત 27 તારીખે પૂર્ણ થઈ ગઈ છે છતાં 11,71,309 રૂપિયા ભાડું બાકી છે. મહત્વની વાત છે કે સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા પડતર પ્લોટોથી પાલિકાને આવક થાય તે માટે આ પ્લોટને ટૂંકી મુદ્દતે ભાડે આપવાનો નિર્ણય કરાયો હતો. જો કે મળતીયાઓને આપ લોટો ફાળવવામાં આવતા હોવાની પણ એક ચર્ચા ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લા મેલા ફૂડ કોર્ટ અગાઉ બે વખત સીલ મારવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી સારો ફાયદો અપાવવાની લાલચ આપી 65 લાખ પડાવનારા 3 સાયબર ક્રાઈમના હાથે ઝડપાયા

આ પણ વાંચો:સંતરામપુર પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલને એ.સી.બી.ટીમે રૂ.૭૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

આ પણ વાંચો:માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત નહિ, હાઇકોર્ટે વચગાળાની રાહતની માંગને નકારી

આ પણ વાંચો:હવે પનીર પણ બનાવટી, આરોગ્ય વિભાગે 1,600 કિલો નકલી પનીર જપ્ત કર્યુ

આ પણ વાંચો:ચોરી કરીને ફકીરનો વેશ ધારણ કરી દરગાહમાં રહેતો ચોર સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથ ઝડપાયો