Modi Surname Case/ માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત નહિ, હાઇકોર્ટે વચગાળાની રાહતની માંગને નકારી

રાહુલ ગાંધી નીચલી કોર્ટમાં પડકારવા માટે સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા, પરંતુ તેમને રાહત મળી ન હતી. આ પછી તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા.

Top Stories Ahmedabad Gujarat
Untitled 4 માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત નહિ, હાઇકોર્ટે વચગાળાની રાહતની માંગને નકારી

ગુજરાત હાઈકોર્ટે મોદી સરનેમ પર વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે રાહુલ ગાંધીને તાત્કાલિક રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે તેણે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી બે વર્ષની જેલની સજા સામેની અપીલ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન, રાહુલ ગાંધીએ વાંધાજનક ટિપ્પણી કરી હતી જેમ કે બધા ચોરોની અટક મોદી જ કેમ છે. આ મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ જ કેસમાં માર્ચ મહિનામાં સુરત કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી હતી. જેના કારણે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ જતી રહી છે.

કોર્ટ દ્વારા પોતાનો ચુકાદો અનામત રાખી લીધો હતો. આવતી કાલથી ઉનાળાનું વેકેશન શરૂ થઇ રહ્યું હોવાથી જજ દ્વારા ચુકાદો અનામત રાખી લેવાયો હતો. વેકેશન પુર્ણ થયા બાદ તેઓ ચુકાદો આપશે. જેથી એક પ્રકારે રાહુલ ગાંધીને કોઇ પણ પ્રકારની રાહત મળી નથી.

રાહુલ ગાંધી નીચલી કોર્ટમાં પડકારવા માટે સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા, પરંતુ તેમને રાહત મળી ન હતી. આ પછી તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા.

આ પણ વાંચો:સુરતમાં એક જ દિવસમાં એક જ ઘરમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:પતિએ પત્નીને કરી વ્યાજખોરોના હવાલે, છૂટાછેડા બાદ મહિલાએ ખોલ્યું રાઝ…

આ પણ વાંચો:ઓવરફંડિંગ દ્વારા મિલકતનું મૂલ્ય ઊંચું બતાવી વધુ લોન અપાવવાનું કૌભાંડઃ બેન્કને ચોપડ્યો 31 કરોડનો ચૂનો

આ પણ વાંચો:સુરતમાં નકલી પોલીસ બનીને 1700 રૂપિયા પડાવનાર ઝડપાયો, 50 CCTV ફૂટેજ ચેટ કરી પોલીસે આરોપીને પકડ્યો

આ પણ વાંચો:સરકારની તિજોરીને 15,000 કરોડનો ફટકો મારતું GST ચોરીનું મોટું કૌભાંડ