AMC-Stray Dogs/ શું તમે જાણો છો કૂતરાનું ‘મોઢું બંધ રાખવાની કિંમત’?

અમદાવાદમાં તમે સતત ભસતા અને કરડતા કૂતરા જોયા છે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) આ કૂતરાઓનું મોઢું બંધ રાખવાની કિંમત કેટલી ચૂકવે છે તેની તમને ખબર છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 77 શું તમે જાણો છો કૂતરાનું ‘મોઢું બંધ રાખવાની કિંમત’?

@મેહુલ દુધરેજીયા

અમદાવાદમાં તમે સતત ભસતા અને કરડતા કૂતરા જોયા છે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) આ કૂતરાઓનું મોઢું બંધ રાખવાની કિંમત કેટલી ચૂકવે છે તેની તમને ખબર છે. જો તમને તેની ખબર પડશે તો તમે જાણીને આંચકો પામીને બોલી ઉઠશો કે કૂતરાનું ‘મોઢું બંધ રાખવાની કિંમત’ તુમ ક્યા જાનો રમેશ બાબુ.

એએમસીના આંકડા મુજબ અમદાવાદમાં કુલ 2.10 લાખ કૂતરાઓ છે અને કોર્પોરેશન આ કૂતરાઓનું કૂતરાનું ‘મોઢું બંધ રાખવા’ પ્રતિ કૂતરા દીઠ 976.50 રૂપિયા ખર્ચ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો બે લાખ કૂતરા દીઠ હજાર રૂપિયા ખર્ચ ગણીએ તો આ ખર્ચ 20 કરોડ રૂપિયા થાય. તેમા કૂતરાને પકડવા, તેમનું ખસીકરણ કરવું, ઇજાગ્રસ્ત હોય તો તેની સારવાર આપવી અને તેનું પુર્નવસન કરવું એટલે કે તેની ખસી કરીને યોગ્ય સ્થળે છોડી દેવાના પાછળનો ખર્ચ પ્રતિ કૂતરાએ 976 રૂપિયા આવે છે. પણ તેનો આધાર કોર્પોરેશનની ગાડીઓ પ્રતિ દિન કેટલા કૂતરા પકડીને તેના પર કાર્યવાહી કરે છે તેના પર છે.

વર્ષ          ફરિયાદો         ખસીકરણ

2018        14187          18219

2019        3718            36363

2020        2576            21502

2021        4094            30630

2022        8509            46471

2023        7976             28958

આશ્ચર્યની વાત તો એ છે કે કોર્પોરેશનની આટલી કાર્યવાહી છતાં પણ રાજ્યમાં દર વર્ષે કૂતરા કરડવાની આઠ હજાર ફરિયાદ નોંધાઈ છે. હવે રખડતા કૂતરાને પકડવા અને તેનું ખસીકરણ કરવા માટે કોર્પોરેશને આટલી કાર્યવાહી કરી હોવા છતાં પણ કૂતરાના કરડવાના બનેલા આઠ હજાર કેસ એએમસીના તંત્રની કાર્યવાહીને લઈને મોટો સવાલ કરે છે, કોંગ્રેસના વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ જ સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે સરકારની કાર્યવાહી કાગળ પર જેટલી પરફેક્ટ દેખાય છે તેટલી વાસ્તવમાં કેમ દેખાતી નથી. સરકારના જ આંકડા મુજબ 1,82,000 કૂતરાનું ખસીકરણ છેલ્લા પાંચ વર્ષમાં થઈ ગયું છે,છતાં પણ શહેરમાં અને રાજ્યમાં શ્વાન કરડવાના બનાવમાં આટલો વધારો કેમ જોવા મળે છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ