Irrigation Cooperative Society/ હવે સિંચાઈમાં પણ સહકાર: ગામ દીઠ પિયત મંડળી સ્થપાશે

પશુપાલનમાં દૂધ ઉત્પાદન જેવા ક્ષેત્રમાં સહકારી મોડેલની સફળતાના આધારે હવે ગુજરાતમાં ગામ દીઠ પિયત મંડળીઓ સ્થાપવામાં આવનારી છે. આમ ગુજરાતમાં સિંચાઈનું પાણી આપવા માટે હવે પિયત મંડળીઓ સ્થાપવામાં આવશે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 76 હવે સિંચાઈમાં પણ સહકાર: ગામ દીઠ પિયત મંડળી સ્થપાશે

ગાંધીનગરઃ પશુપાલનમાં દૂધ ઉત્પાદન જેવા ક્ષેત્રમાં સહકારી મોડેલની સફળતાના આધારે હવે ગુજરાતમાં ગામ દીઠ પિયત મંડળીઓ સ્થાપવામાં આવનારી છે. આમ ગુજરાતમાં સિંચાઈનું પાણી આપવા માટે હવે પિયત મંડળીઓ સ્થાપવામાં આવશે. આમ કરીને સરકાર પાણીની સિંચાઈનું વિકેન્દ્રીકરણ કરવાનું આયોજન કરી રહી છે. ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં પિયત મંડળીની સ્થાપનાનો નિર્ણય લેવાયો છે. હાલમાં ગુજરાતમાં માંડ 300થી 350 પિયત મંડળીઓ છે. હવે તેના મોડેલને વધુ ધારદાર કરીને તેને ગામેગામ આગવું સ્વરૂપ આપવામાં આવશે.

આ પરાંત હવે દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવાની પાઇપલાઇન નાખવા માટે રાજ્ય સરકાર 50 ટકા સબસિડી પણ આપશે. મહત્વનું એ છે કે ઉદવહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે.

ગુજરાતમાં દર વખતે સિંચાઈના પાણીની બૂમરાણ ઉઠે છે. તેથી આ પ્રકારની સિંચાઈની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને ખેડૂતોએ વારંવાર સિંચાઈના પાણી માટે વલખા મારવા ન પડે તથા રાજય સરકાર પર આધારિત રહેવું ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના લીધે આગામી સમયમાં રાજ્યમાં વધુને વધુ ગામોમાં પિયત મંડળીઓ સ્થાપવામાં આવનારી છે. આમાં કૃષિ ક્ષેત્રે સંકળાયેલા વધુને વધુ ખેડૂતોને તેમા ગામદીઠ સભ્ય બનાવવામાં આવનાર છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ