દુર્ઘટના/ સુરતમાં માટી ઘસી પડતા ટ્રક ડ્રાયવર દબાઈ જતા મોતને ભેટ્યો

સુરત શહેરમાં અનેક વખત નવ નિર્મિત બાંધકામ માં દુર્ઘટના સર્જાતી હોય છે.ત્યારે ફરી એક વખત કરુણ ઘટના સુરતમાં સામે આવી હતી.

Gujarat Surat
YouTube Thumbnail 2023 12 16T145655.889 સુરતમાં માટી ઘસી પડતા ટ્રક ડ્રાયવર દબાઈ જતા મોતને ભેટ્યો
  • સુરતઃ ભીમરાડ તિરુપતિ સર્કલ પાસે બની કરુંણ ઘટના
  • સ્વાગત કલીસ્ટા સાઈટ પર જમીન ધસી જતા 1નું મોત
  • નવા બાંધકામ સાઇટ પર જમીન ધસી જતા ટ્રક ડ્રાયવર દબાયો
  • ટ્રક ડ્રાયવર લઘુશંકા કરવા ગયો ત્યારે દીવાલ ધસી પડી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના ભીમરાડ ખાતે કરુણ ઘટના બની હતી.સ્વાગત ક્લિસ્ટા ખાતે થઈ રહેલા નવ નિર્મિત બાંધકામ ની માટી લઈ જવાનું કામ કરતા ટ્રક ડ્રાયવર લઘુશંકા કરવા જતા ખોદકામ કરેલી માટી ધસી પડતા ડ્રાયવર દબાઈ ગયો હતો.અને ઘટના સ્થળે જ ડ્રાયવરનું કમકમાટી ભર્યું મોત થયું હતું.ઘટના ને લઈ પરિવારે આર્થિક સહાય ની માંગ કરી હતી.

સુરત શહેરમાં અનેક વખત નવ નિર્મિત બાંધકામ માં દુર્ઘટના સર્જાતી હોય છે.ત્યારે ફરી એક વખત કરુણ ઘટના સુરતમાં સામે આવી હતી.સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલ તિરુપતિ સર્કલ પાસે સ્વાગત ક્લિસ્ટા નામની નવ નિર્મિત બાંધકામ સાઇટ ચાલી રહી છે. જેને લઈ જગ્યાને ઊંડી કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો છે. આ ખાડામાંથી નીકળતી માટી ખસેડવા માટે ટ્રક ચલાવતા 32 વર્ષીય જીતેન્દ્ર ઉયાધ્યાયને કહેવામાં આવ્યું હતું.જે પોતાના ટ્રક માં માટી ભરી ખાડા માંથી માટી બહાર કાઢતા હતા તે દરમ્યાન ઊંડા ખાડામાંથી બહાર આવતી વખતે જીતેન્દ્ર ઉપાધ્યાય લઘુશંકા કરવા માટે નીચે ઉતાર્યા હતા અને તેજ સમયે ખાડાની માટી ધસી પડતા જીતેન્દ્ર ભાઈ ટ્રક ના વ્હીલ અને ખાડા વચ્ચે દવાઈ ગયા હતા ઘટના બાદ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા

જોકે ત્યાં તેમનું મોત થયું હતું.જોકે સામે પરિવારે આક્ષેપ કર્યા છે કે માટી જાતે નીચે ધસી કે જેસીબીના કારણે ધસી સમગ્ર મામલે તપાસ કરવામાં આવે કારણ કે જે જગ્યા એ અકસ્માત થયો છે ત્યાં સીસીટીવી કેમેરા નથી એટલે યોગ્ય તપાસ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે.જીતેન્દ્ર તેમના પરિવાર માં એકજ કમાનાર વ્યક્તિ હતો.ત્રણ સંતાનો નો પિતા બે વર્ષ પહેલાજ સુરત કામ અર્થે એમપીથી સુરત આવ્યા હતા. ટ્રક ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિ ના મોત ના કારણે પરીવાર પર આભ તૂટી પડ્યું હતું.હાલ ત્રણ બાળકો નિરાધાર થઈ જતા પરીવારે બિલ્ડર પાસે આર્થિક સહાયની માંગ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં માટી ઘસી પડતા ટ્રક ડ્રાયવર દબાઈ જતા મોતને ભેટ્યો


આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો:અમદાવાદ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું, નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કર્યા તૈયાર

આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ