Gujarat election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ પરિવર્તન અને પુનરાવર્તન એકસાથે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કુલ 126 વર્તમાન વિધાનસભ્યોએ ચૂંટણી લડી હતી, પણ મતદારોએ જાણે પરિવર્તનનો સંકલ્પ કર્યો હોય તેમ 77ને જ ફરીથી ચૂંટયા હતા. તેમાથી 84 ટકા ભાજપના છે અને 12 ટકા કોંગ્રેસના છે. અન્યમાં કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય ધવલસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.

Top Stories Gujarat
Gujarat assembly 1 ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ પરિવર્તન અને પુનરાવર્તન એકસાથે
  • ગુજરાત વિધાનસભામાં 100થી વધુ નવા ચહેરા જોવા મળશે
  • મહિલા વિધાનસભ્યોની સંખ્યા 15 પર પહોંચી
  •  વિધાનસભામાં ફક્ત ત્રણ જ ડોક્ટર હશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કુલ 126 વર્તમાન વિધાનસભ્યોએ ચૂંટણી લડી હતી, પણ મતદારોએ જાણે પરિવર્તનનો સંકલ્પ કર્યો હોય તેમ 77ને જ ફરીથી ચૂંટયા હતા. તેમાથી 84 ટકા ભાજપના છે અને 12 ટકા કોંગ્રેસના છે. અન્યમાં કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય ધવલસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.

ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોરની સાથે ભાજપમાં જોડાયા હતા, પરંતુ ભાજપે ટિકિટ ન આપતા અપક્ષતરીકે ચૂંટણી લડ્યા હતા અને બાયડ બેઠક જીતી હતી. આ સિવાય એનસીપીએ કુતિયાણાથી પક્ષના ઉમેદવાર તરીકે ટેકો આપવાનો ઇન્કાર કરતા કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. આમ મતદારોએ પરિવર્તન અને પુનરાવર્તનનો સંદેશ એકસાથે આપ્યો હતો.

ગુજરાત વિધાનસભામાં ફક્ત એક જ મુસ્લિમ ધારાસભ્ય
ગુજરાતની 15મી વિધાનસભામાં આ વખતે કેટલાક ફેરફારો જોવા મળશે. આ વખતે 100થી વધુ નવા ચહેરા વિધાનસભામાં પહોંચ્યા છે. જેમાં 15 મહિલા ધારાસભ્યો છે, જ્યારે એક મુસ્લિમ ધારાસભ્ય છે. તો બીજી બાજુ 77 વર્તમાન ધારાસભ્યો ફરીથી ચૂંટાઈ આવ્યાં છે. નવી વિધાનસભામાં ઈમરાન ખેડાવાલા એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય હશે. ઈમરાન કોંગ્રેસની ટિકિટ પર 13,600 મતોથી ચૂંટણી જીત્યા છે. ગત વિધાનસભામાં કોંગ્રેસના અન્ય મુસ્લિમ ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, મહંમદ પીરજાદા હાર્યા છે.

નવી વિધાનસભામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ સહિત ત્રણ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો પણ હશે. દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત્યા. 2017ની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠક પરથી જીત્યા હતા. અન્ય ડોકટરોમાં ડો. દર્શન દેશમુખ અને પાયલ કુકરાણીનો સમાવેશ થાય છે, જેઓ ભાજપની ટિકિટ પર નાંદોદ અને નરોડા બેઠક પરથી જીત્યા હતા.

કોંગ્રેસમાંથી માત્ર એક જ મહિલા ધારાસભ્ય ચૂંટાઈ
આ ઉપરાંત દર્શના વાઘેલા અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે. દર્શના વાઘેલા એક ગૃહિણી છે અમદાવાદ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયરપદે પણ બીરાજી ચૂક્યા છે. બીજી તરફ ભાવનગર-પૂર્વમાંથી જીતેલી સેજલ પંડ્યા કોચિંગ કલાસ ચલાવે છે. ભાજપના 13માંથી પાંચ મહિલા ધારાસભ્યો સીટીંગ ધારાસભ્ય છે. કોંગ્રેસના એકમાત્ર મહિલા પ્રતિનિધિ ગેનીબેન ઠાકોર છે, જે વાવના વર્તમાન ધારાસભ્ય છે. ગત 14મી વિધાનસભામાં 13 મહિલા ધારાસભ્યો હતા, જ્યારે 13મી વિધાનસભામાં રેકોર્ડ 17 મહિલા ધારાસભ્યો હતા.

ભાજપના હશે આ નવા સ્ટાર મહિલા આગેવાનો
નવા ચહેરાઓમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની અને મહિલા ઉદ્યોગપતિ રીવાબા જાડેજાનો સમાવેશ થાય છે, જેઓ જામનગર ઉત્તરમાંથી 50 હજાર થી વધુ મતોથી જીત્યા હતા. રીવાબા જાડેજા ઉપરાંત અન્ય બે બિઝનેસ વુમન રીટા પટેલ અને માલતી મહેશ્વરી પણ વિધાનસભામાં પહોંચી છે. રીટા પટેલ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાયા છે. રીટા વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે તેઓ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પણ છે. બીજી તરફ ગાંધીધામ બેઠક પરથી જીતેલા મહેશ્વરી લોજિસ્ટિક્સનો વ્યવસાય કરે છે. તેઓ ગત વિધાનસભામાં પણ ધારાસભ્યપદે હતા.નવી વિધાનસભામાં બે સૌથી ધનિક ધારાસભ્યો ભાજપના છે. જે એસ પટેલ, માણસાથી ભાજપની ટિકિટ પર જીત્યા છે. તેમની સંપત્તિ 661 કરોડ રૂપિયા છે, જ્યારે પૂર્વ કોંગ્રેસી બળવંત સિંહ રાજપૂત સિદ્ધપુરથી જીત્યા છે. તેમની સંપત્તિ 372 કરોડ છે.

આ પણ વાંચોઃ

Chotila/ યાત્રાધામોનો વિકાસ ભાજપને ફળ્યોઃ ચોટીલા, બહુચરાજી અને ઠાસરાની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી

Election Result/ આ બેઠક પર ભારે વિખવાદ હોવા છંતા પણ ભાજપના આ યુવા નેતા જીત્યા,જાણો