chotila/ યાત્રાધામોનો વિકાસ ભાજપને ફળ્યોઃ ચોટીલા, બહુચરાજી અને ઠાસરાની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી

ગુજરાતમાં યાત્રાધામોનો વિકાસ ભાજપને ફળ્યો છે. યાત્રાધામોના વિકાસ માટે ભાજપે લીધેલા પગલાંના લીધે આજે એક સમયે કોંગ્રેસના ગઢસમાન કહેવાતા વિસ્તારોમાં પણ ભાજપ પ્રવેશવામાં સફળ રહ્યુ છે. ચોટીલા, બહુચરાજી, ડાકોર, પાવાગઢ જેવા સ્થળોએ ભાજપનો ભગવો લહેરાયો છે. જયારે કોંગ્રેસને ફક્ત સોમનાથ અને દાંતા-અંબાજીમાં જ સફળતા મળી છે.

Top Stories Gujarat
Chamunda temple યાત્રાધામોનો વિકાસ ભાજપને ફળ્યોઃ ચોટીલા, બહુચરાજી અને ઠાસરાની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી

ગુજરાતમાં યાત્રાધામોનો વિકાસ ભાજપને ફળ્યો છે. યાત્રાધામોના વિકાસ માટે ભાજપે લીધેલા પગલાંના લીધે આજે એક સમયે કોંગ્રેસના ગઢસમાન કહેવાતા વિસ્તારોમાં પણ ભાજપ પ્રવેશવામાં સફળ રહ્યુ છે. ચોટીલા, બહુચરાજી, ડાકોર, પાવાગઢ જેવા સ્થળોએ ભાજપનો ભગવો લહેરાયો છે. જયારે કોંગ્રેસને ફક્ત સોમનાથ અને દાંતા-અંબાજીમાં જ સફળતા મળી છે. તેમા પણ સોમનાથમાં કોંગ્રેસ માંડ 922 મતે જીત્યું છે અને દાંતા-અંબાજીમાં પણ કોંગ્રેસની સરસાઈ ઘટી છે. તેથી યાત્રાધામ વિકાસમાં ભાજપને મળેલી સફળતા જોતા આગામી સમયમાં ભાજપ વધુને વધુ યાત્રાધામોનો વિકાસ કરે તો કોઈને નવાઈ નહી લાગે.

ચોટીલા
સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા,ધ્રાંગધા ઉપરાંત ચોટીલા બેઠક પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. ચોટીલા પહાડ પર આવેલા ચામુંડા માતાજીના તીર્થ સ્થળ તરીકે વિખ્યાત છે. આ ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપના શામજીભાઇ ચૌહાણે આમ આદમી પાર્ટીના રાજુભાઇને 25,642 મતથી પરાજય આપ્યો છે. આ બેઠક 2017માં કોંગ્રેસના ઋત્વિક મકવાણાએ જીતી હતી જે આ વખતે ત્રીજા ક્રમે ધકેલાયા છે.

દ્વારકાધીશ
દરિયાકાંઠે દ્વારકાધીશની નગરી તરીકે જાણીતા દ્વારકાની વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. આ ગઢને ભાજપે જાળવી રાખ્યો છે. ભાજપના પબુભા માણેકે મુળુભાઇ રમણભાઇ આહિરને 5,327 મતથી પરાજય આપ્યો છે. ગત 2027ની ચૂંટણીમાં પણ ભાજપના પબુભા માણેક પાંચ હજાર આસપાસ મતોથી જીત્યા હતા. ભાજપના ઉમેદવારની વિજય સરસાઇ પાતળી રહે છે પરંતુ લોકપ્રિયતાના આધારે બેઠક જરુર જાળવી રાખે છે.

બહુચરાજી
ઉત્તર ગુજરાતમાં શકિતપીઠ તરીકે જાણીતા બહુચરાજી માતાજીના મંદિર માટે પ્રખ્યાત બેચરાજી બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. ભાજપના સુખાજી ઠાકોરે કોંગ્રેસના અમૃતજી (ભોપાજી) ઠાકોરને 11,826 મતોથી પરાજય આપ્યો છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ભરતજી ઠાકોર વિજેતા બન્યા હતા. આ વખતે જ્ઞાાતિના સમીકરણો બેસાડવા કોંગ્રેસ અને ભાજપે ઠાકોર સમૂદાયના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. ધાર્મિક સ્થળ બેચરાજી વિધાનસભા બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.

ઠાસરા (ડાકોર)
ડાકોરના ઠાકોર તરીકે પ્રસિધ્ધ ભગવાન શ્રી કૃષ્ણના તીર્થ સ્થળ ડાકોરનો સમાવેશ ઠાસરા વિધાનસભામાં થાય છે. આ બેઠકને ઠાસરા-ડાકોર તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે. આ બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ રહયો છે પરંતુ આ વખતે ભાજપે ગઢ તોડીને વિજય પ્રવેશ કર્યો છે. બકાભાઇ તરીકે ઓળખાતા ભાજપના યોગેન્દ્રસિંહ પરમારે કોંગ્રેસના કાંતિભાઇ પરમારને 61,919 મતથી પરાજય આપીને ઇતિહાસ રચ્યો છે.

પાવાગઢ (હાલોલ)
વિશ્વ વિરાસત તરીકે જેનો સમાવેશ થાય છે એ પાવાગઢ મધ્ય ગુજરાતમાં આવેલું અતિ મહત્વનું તીર્થ સ્થળ છે. મહાકાળી મંદિરના દર્શને લાખો ભકતો આવે છે. પાવાગઢ તીર્થનો જેમાં સમાવેશ થાય છે તે હાલોલ બેઠક પર ભાજપના જયદ્રથસિંહ પરમારનો વિજય થયો છે. તેમણે અપક્ષ રામચંદ્ર બારૈયાને 42 હજારથી વધુ મતની મોટી સરસાઇથી પરાજય આપ્યો છે. જયારે કોંગ્રેસ ત્રીજા સ્થાને ધકેલાઇ છે.

સોમનાથ
સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથનો સમાવેશ થાય છે એ સોમનાથ વિધાનસભા બેઠક કોંગ્રેસે જીતી છે. કોંગ્રેસના વિમલભાઇ ચુડાસમાએ માત્ર 922 મતોથી ભાજપના માનસિંગભાઇ પરમારને પરાજય આપ્યો છે. 2017માં વિમલ ચુડાસમાએ ભાજપના જશાભાઇ બારડને 20 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા એ જોતા લીડ ઘટી છે. છેક સુધીના રસાકસી ભરી રહેલી બેઠક છેવટે કોંગ્રેસે જાળવી રાખી છે.

દાંતા
દાંતા વિધાનસભા બેઠકમાં શકિતપીઠ અંબાજીનો સમાવેશ થાય છે. આ તીર્થમાં લાખો શ્રધ્ધાળુઓ પગપાળા યાત્રા કરે છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કાંતિભાઇ ખરાડી અને ભાજપના લાધુભાઇ પારધી વચ્ચે મુકાબલો હતો. કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારને 6,327 મતોથી પરાજય આપીને બેઠક જાળવી રાખી છે. ગત 2017ની ચૂંટણીમાં કાંતિ ખરાડીએ ભાજપના માલજી કોદારવીને 25 હજારથી વધુ મતની સરસાઇથી હરાવ્યા હતા. એ જોતા દાંતા બેઠક પર કોંગ્રેસના વિજેતા ઉમેદવારની લીડમાં ઘરખમ ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ

PM Modi/ શોર્ટકટ દેશ માટે ખતરનાક છે, PM મોદીના નિશાના પર કોણ?

Election Result/આઝાદી બાદ પહેલીવાર આ બેઠક પર ભાજપની થઇ ઐતિહાસિક જીત