અમરેલી/ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અમરેલીના પ્રવાસે, કહ્યું -સમાજના લોકોને…

સામાજિક સંગઠન ક્ષત્રિય એકતા યાત્રા સંદર્ભે 1 થી 3 એપ્રિલ સુધી તમામ તાલુકા મથકો પર સમાજના અગ્રણીઓને મળી એકતા અંગે ચર્ચા વિચારણા કરશે

Gujarat Others
કરણી સેનાના અધ્યક્ષ
  • કરણી સેનાના અધ્યક્ષ અમરેલીના પ્રવાસે
  • સામાજિક સંગઠન ક્ષત્રિય એકતા યાત્રા
  • 1 થી 3 એપ્રિલ તાલુકા મથકોની મુલાકાત 
  • 3 માર્ચે  અમરેલીમાં પદગ્રહણ સમારોહ
  • સર્કિટ હાઉસ ખાતે  પ્રેસ કોંફરન્સ  યોજાઈ

ગુજરાત રાજ્યના કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા છે ત્યારે સામાજિક સંગઠન ક્ષત્રિય એકતા યાત્રા સંદર્ભે 1 થી 3 એપ્રિલ સુધી તમામ તાલુકા મથકો પર સમાજના અગ્રણીઓને મળી એકતા અંગે ચર્ચા વિચારણા કરશે.ત્યારે આગામી 3 માર્ચે  અમરેલીમાં પદગ્રહણ સમારોહ યોજાશે. જિલ્લાનો  પ્રવાસ શરૂ કર્યો ત્યારે આ ચૂંટણીના વર્ષમાં રાજ શેખાવતના અમરેલી પ્રવાસથી રાજનીતિમાં હલચલ વધશે

કરણી સેના દ્વાર ગુજરાતના દરેક જિલ્લા તાલુકા મથક અને ગામડા સુધી અઠવાડિયામાં 2 દિવસ દરેક વિસ્તારમાં પ્રવાસ કાર્યક્રમ યોજાશે સમાજમાં પડેલા ભાગલા ફાટા દૂર કરવા સંગઠન મજબૂત બને શિક્ષણ રોજગારી સહિત મુદ્દે સંગઠન આગળ આવશે ગામડે ગામડે સમાજ નો વિકાસ થાત અને કરણી સેનાની સ્થાપના કરાય હાલ અમરેલી જિલ્લામાં કરણીસેનાના પ્રવાસમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ઉપાધ્યક્ષ રાજ શેખાવતે આ અંગે જણાવ્યું હતું કે આ ચૂંટણીલક્ષી પ્રવાસ નથી. અમારો 6 મહિનાથી પ્રવાસ ચાલી રહ્યો છે. પરંતુ આ પ્રવાસના માધ્યમથી વિધાનસભા વિસ્તારમાં જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે, ત્યાં સમાજના લોકોને ટીકીટ મળે, સમાજના લોકો રાજકીય રીતે આગળ આવે અને સમાજના ઉમેદવારો વિજયી બને તે અંગેનું માર્ગદર્શન આપવા અમે આવ્યા છીએ.

અમારા ક્ષત્રિય સમાજના ઉમેદવારો જ્યાં જ્યાં ઉભા રહેશે ત્યાં અમે તેમની સાથે ખભો મિલાવી ચાલીશું. જ્યાં-જ્યાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે ત્યાં અમને ટીકીટો જોઈએ જ છે. જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે, ત્યાં ટીકીટ નહિ અપાય તો ક્ષત્રિય સમાજના ઉમેદવારો નિષ્પક્ષ લડશે. જો કે રાજકીય પાર્ટીઓ ટીકીટો આપે તો એ ઘણી સારી વાત છે.

આ પણ વાંચો :વીજ અછતને લઈને રાજ્ય સરકારનો નિર્ણય,એક દિવસનો ફરજીયાત વીજ કાપ

આ પણ વાંચો :AAPનું મેગા ઓપરેશન, ભાજપમા ગયેલા મહિલા કોર્પોરેટરની દોઢ મહિનામા જ ઘરવાપસી

આ પણ વાંચો :સોખડા મંદિરમાં ગાદીપતિનો વિવાદ ચરણસીમાં એ પહોંચ્યો, મંદિર પરિસદમાં પોલીસ બંદોબસ્ત

આ પણ વાંચો :રાહુલ ગાંધી 6 એપ્રિલે આવશે ગુજરાતના પ્રવાસે, ગાંધી સંદેશ યાત્રાનો કરાવશે આરંભ