ભાવનગર/ વીજ અછતને લઈને રાજ્ય સરકારનો નિર્ણય,એક દિવસનો ફરજીયાત વીજ કાપ

કોલસાની થયેલી અછતને લઇને વીજ ઉત્પાદન ખૂબ જ ઘણું છે. વીજ ઉત્પાદન ઘટતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને ઉદ્યોગકારોને વીજળી વપરાશ પર કાપ મૂકવામાં આવ્યો છે.

Gujarat Others
વીજ અછતને

સમગ્ર રાજ્યમાં સર્જાયેલી વીજ અછતને લઇને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોમાં એક દિવસનો ફરજિયાત એક દિવસનો વીજકાપ જાહેર કરાયો છે. ત્યારે ભાવનગર માટે જીવાદોરી સમાન ગણાતા ત્રણ ઉદ્યોગોમાંથી એક એવા પ્લાસ્ટિક ઉદ્યોગને ખૂબ જ મોટી નુકસાની ભોગવી પડશે. એક તરફ કોરોના અને મંદીના માર બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા પ્લાસ્ટિક ઉદ્યોગ આમ જ પડી ભાંગ્યો છે. તેની સામે અઠવાડિયે એક દિવસ ઉદ્યોગો બંધ રાખવામાં આવશે તો પ્લાસ્ટિક ઉદ્યોગકારોને હાલત કફોડી બને તેવી પરિસ્થિતિ સર્જાશે.

કોલસાની થયેલી અછતને લઇને વીજ ઉત્પાદન ખૂબ જ ઘણું છે. વીજ ઉત્પાદન ઘટતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને ઉદ્યોગકારોને વીજળી વપરાશ પર કાપ મૂકવામાં આવ્યો છે. ખેડૂતોને આઠ કલાક ને બદલે છ કલાક વીજપુરવઠો વિતરણ કરવામાં આવે છે. જ્યારે હવે ઉદ્યોગકારોને પણ વીજ કટોકટીનો સામનો કરવો પડશે. રાજ્ય સરકાર દ્વારા વીજ ઉત્પાદન ઘટતા રાજ્યમાં જિલ્લાઓમાં ઉદ્યોગો માટે તબક્કાવાર વીજ કાપ લગાવવામાં આવ્યો છે.

આ વીજકાપને લઈને ઉદ્યોગકારોનેમોટી નુકસાનીનો સામનો કરવો પડશે. જેની અસર ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ત્રણ ઉદ્યોગોમાંથી એક એવા પ્લાસ્ટિક ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડશે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અલંગ, ડાયમંડ અને પ્લાસ્ટિક ઉદ્યોગ હાલ એક તરફ મંદીના માહોલમાં મુશ્કેલીથી ચાલી રહ્યા છે. તેવા સમયમાં પ્લાસ્ટિક ઉદ્યોગ માટે પડ્યા પર પાટું સમાન વીજકાપથી મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગર શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટ માંથી રીપ્રોસેસ કરીને મોનો ફિલામેન્ટ, નીવાર, રોપ, ડબ્બર અને પ્લાસ્ટિક કાપડ સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે.

આ તમામ વસ્તુઓ બનાવવા માટે ભાવનગર શહેર-જિલ્લામાં એક હજારથી વધુ યુનિટો કાર્યરત છે. જેનાથી હજારો મજૂરો ને મજદૂરી મળે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને મંદીના માર માંથી પ્લાસ્ટિક ઉદ્યોગ મુશ્કેલીથી ચાલી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા વીજ કટોકટી ને લઈને જાહેર કરવામાં આવેલા એક દિવસના વીજકાપથી પ્લાસ્ટિક ઉદ્યોગ આગામી સમયમાં પડી ભાંગે તેવી પરિસ્થિતિ સર્જાય છે.

પ્લાસ્ટિક ઉદ્યોગકારો દ્વારા જણાવ્યા અનુસાર હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. તેને લઈને પ્લાસ્ટિક ઉત્પાદન વેચાણ ખૂબ જ ઘટી ગયું છે. અને રો – મટીરીયલ્સ તેની સામે મોંઘા બન્યા છે. તેવામાં સરકાર દ્વારા એક દિવસનો વીજકાપ મુકવામાં આવતા આગામી દિવસોમાં પ્લાસ્ટિક ઉદ્યોગને ટકાવી રાખવો ખૂબ જ મુશ્કેલ બનશે. અને પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો મજદૂરો બેરોજગાર બને તેવી ભીતિ સેવાઈ રહી છે. અંગે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્લાસ્ટિક ઉદ્યોગકારો દ્વારા માંગ કરાય છે.

આ પણ વાંચો:AAPનું મેગા ઓપરેશન, ભાજપમા ગયેલા મહિલા કોર્પોરેટરની દોઢ મહિનામા જ ઘરવાપસી

આ પણ વાંચો: પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડોદરાની કેની પટેલે પીએમ મોદીને પૂછ્યો પ્રશ્ન, જાણો શું

આ પણ વાંચો:સોખડા મંદિરમાં ગાદીપતિનો વિવાદ ચરણસીમાં એ પહોંચ્યો, મંદિર પરિસદમાં પોલીસ બંદોબસ્ત

આ પણ વાંચો:જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકો મેદાનમાં, કાળી પટ્ટી પહેરીને મનાવ્યો બ્લેક ડે