હાલ રાજયમાં 8 મહાનગર પાલિકામાં રાત્રિ કરફ્યુ કોરોનાના વધતાં કેસોને લીધે લગાવી દેવામાં આવ્યું છે. જેનો પોલીસ દ્વારા ચુસ્ત રીતે અમલ પણ કરવામાં આવી રહ્યો છે . ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરતમાં કાયદાને ખુલ્લેઆમ પડકાર ફેંકતો વધુ એક વિડીયો વાયરલ થયો હતો. બુલેટ સવાર બે મિત્ર પૈકી ચાલકની ઉપર બીજા બેસી સિગારેટ પી રહ્યો છે અને બીજા હાથમાં રિવોલ્વર જેવું હથિયાર સાથે જોખમી સ્ટંટ કરી રહ્યો હતો. જેને પગલે દોડતી થયેલી અમરોલી પોલીસે બંને સ્ટંટબાજ મિત્રોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:રસીકરણ / રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં બાળકોની રસીકરણનો પ્રારંભ,જાણો વિગત
સોશ્યિલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં બે મિત્રો બુલેટ બાઈક પર કરફ્યૂના સમયમાં લટાર મારવા નીકળે છે. બે પૈકી એક બાઇક ચલાવે છે અને બીજો તેના ખભા પર બેસી સિગારેટ પી રહ્યો છે અને બીજા હાથમાં રિવોલ્વર જેવું ઘાતક હથિયાર નજરે પડી રહ્યું છે.
આ પણ વાંચો;ગુજરાત / 7 જાન્યુઆરીએ ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ સમિટ હેતુ યોજાશે સ્વસ્થ આરોગ્ય સેમિનાર
જેને પગલે દોડતી થયેલી અમરોલી પોલીસે વિડીયો અમરોલી-સાયણ રોડનો હોવાનું અને ચાલક ભરત પ્રવીણ ગઢવી અને તેના ખભા પર બેસનાર નાગાજણ ઉર્ફે નીજ હરદાસ અડોદરા હોવાનું શોધી કાઢી તેઓની ધરપકડ કરી છે.પોલીસે બંને આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ સોશ્યલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે. આ વિડીયો તેઓએ 14 ડિસેમ્બરે રાત્રીના બે વાગ્યે અમરોલી સાયણ રોડ પર બનાવ્યો છે. તો સોશિયલ મીડિયામાં 26 ડીસેમ્બરના રોજ અપલોડ કર્યો હતો. વધુમાં બાઈક ચાલકના ખભા ઉપર બેસનાર નાગાજણ હાલ બેકાર છે અમરોલી પોલીસે બંને લોકોની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
