સાહિત્ય/ સૌની પસંદ : ખુશી અને આનંદ !

દુનિયાની બધી વસ્તુઓ એવી હોય છે, જે ઠોકર ખાઈને તુટી જાય છે પણ એક કામિયાબી જ એવી વસ્તુ છે જે ઠોકર ખાઈને જ મળે છે ને ટકે ય છે.

Trending

@ નિલેશ ધોળકીયા

મોટી હસ્તી નહીં પરંતુ હસતી, હસાવતી ને હસી કાઢતી વ્યક્તિ વધારે મહત્વની છે. ક્યાંય સંતોષ અને શાંતિ વેચાતી મળતી હોય એવું સાંભળ્યુ છે ખરું !? આનંદ-પ્રમોદ સહિત હસી-ખુશીતો અંતરાત્માની અણમોલ ને પાવન ભેટ છે. પાંચેય આંગળીઓનું ભાગ્ય અલગ હતું, તો મુઠ્ઠી વાળીને અમે જીવનની લડાઈ જીતી લીધી. આમેય આપણે પહેલી એપ્રિલે બધાંની ઠઠ્ઠા-મશ્કરી કરીને Aprilfool દ્વારા હાસ્યનું જ સર્જન કરતા જ હોઈએ છીએ ને !?

યાર, અંદરોઅંદર દર્દને શિફ્ટ કરીએ
એકમેકને થોડા આંસુ ગિફ્ટ કરીએ,
ક્યાં સુધી બેસી રહીશું ટોચની ઉપર-
નીચે ઉભેલાને ય અપલીફ્ટ કરીએ !

કોઈ તજજ્ઞના મતનું તારણ : જે વ્યક્તિથી આપણે જેટલા નજીક હોઈએ એ વ્યક્તિથી એટલા જ દૂર જવુ પડી શકે છે. સુખદુ:ખ એ જીવનના પડાવો છે, જે જીવનચક્રમાં ચાલ્યા જ કરે. આજે સુખી છીએ તો પહેલાં દુ:ખ પણ ભોગવી ચુક્યા હોઈશું. જેટલું વધુ અભિમાન કરીએ એટલી જ તકલીફ સાથે નીચે પટકાઈએ એ સત્ય છે. મારા વગર દુનિયા અટકી પડશે એવું માનનારાથી આજે ઘણી ય કબરો ભરેલી છે જે વિચારવા યોગ્ય છે. જેટલું ખરાબ કરીએ એટલું જ ખરાબ થઈ શકે છે.

A Life of Happiness and Fulfillment | My Mooc

આનંદ એટલે બાથરૂમમાં શાવરથી સ્નાન કરાવતી ‘જળધારા’ છે, જ્યારે ખુશી એ શીવલિંગ પર અભિષેક કરાવતી ‘જળધારા’ છે. પહેલું સુખ તે જાતે નર્યા એ કદાચ નીતિ વાક્ય હશે પણ ધર્મવાક્ય તો આ જ છે કે પહેલું સુખ તે મનને ઠાર્યા !

ગગનને તણખલાએ ચુંબન કર્યું છે,
એણે કોના જલવાને ચુંબન કર્યું છે.
ચડ્યું છે ને રવાનીએ જળનું જોબન
નદીને કીનારાઓએ ચુંબન કર્યું છે !
અમે માણી છે એ દશકાઓ પહેલા,
તમને જે અવસ્થાએ ચુંબન કર્યું છે.
મને સ્પર્શવામાં છે ખતરો જ ખતરો,
મનેય નાગકન્યાએ ચુંબન કર્યું છે.
દૂરદૂર નભ-ધરતી એકમેકને મળે છે,
મને વિશ્વાસે શ્રદ્ધાથી ચુંબન કર્યું છે !

સદા આનંદી ને ખુશ થવા શું કરવું ? સુખ એટલે શું તે જાણવું આવશ્યક છે. સુખ કોઈ વસ્તુ નથી, કલ્પના માત્ર છે, જેને પકડી શકાતું નથી, ખરીદી શકાતું નથી – અનુભવી શકીએ કે માણી શકીએ છીએ.

અનુભવીઓના કહેવા મુજબ : ખુશ થવા શું કરવું ? સુખ એટલે શું તે જાણવું આવશ્યક છે. સુખ કોઈ વસ્તુ નથી, કલ્પના માત્ર છે, જેને પકડી શકાતું નથી, ખરીદી શકાતું નથી – અનુભવી શકીએ કે માણી શકીએ છીએ.

Use Your Strengths to Boost Happiness | VIA Institute

સુખ ભૂતકાળની વ્યથાઓમાં નથી. ભવિષ્યની યોજનામાં નથી પણ મનને પ્રસન્ન રાખીને જે છે તેને માણવામાં છે. જો ફૂલો છૂટાં હશે તો માત્ર ફૂલ બનીને રહેશે પણ આ ફૂલોને એકસાથે પરોવવાથી તે ગજરો કે હાર બનશે. તો આમ જ આપણે નાની-નાની ખુશીઓમાં ખુશ થઈ સુખ પામવાની ચાવી શોધવી પડશે.

આ બધું કોણે લખ્યુ તે યાદ નથી, પણ જરૂરથી મમળાવવા જેવું તો ખરું જ : સાધનોના અભાવથી, તુટેલા ડબ્બાઓને પણ ઢોલકા સમજીને વગાડવા એ જ તો છે ચરમસુખ !

પ્રચલિત લોકવાયકા એમ જ નહીં પ્રસિદ્ધિ પામી હોય : દુનિયાની બધી વસ્તુઓ એવી હોય છે, જે ઠોકર ખાઈને તુટી જાય છે પણ એક કામિયાબી જ એવી વસ્તુ છે જે ઠોકર ખાઈને જ મળે છે ને ટકે ય છે. ભાઈ, ભાઈબંધ, ભાગીદાર અને ભગવાન – એ ચારની સાથે ચાલાકી નહીં આચરનાર જ હંમેશા ફાયદામાં રહે છે. સંબંધોના વાવેલા બીજ જો ઉગી નીકળે તો જ વાવ્યા કહેવાય, નહીંતર દાટ્યા કહેવાય.

પાદરનું ખેતર અને પગમાં વાળા,
અંધારી રાત ને બળદીયા કાળા,
કજીયાળી બૈરી ને પાડોશમાં સાળા
આવુ કદિ ન દેજે, હે દ્વારકાવાળા !

પ્રેમ એક એવું સમર્પણ છે કે જ્યાં ગમતા વ્યક્તિની થોડી લાગણી મેળવવા માટે આખી જિંદગી જીવવું પડે છે.

The Business Case For Happiness: Evidence Happiness Is Good For  Organizations, People, Communities

પ્રસન્ન પર્સનાલીટી મૂળ મંત્ર રાખવો. જાત સાથે ક્યારેય ઝઘડવું નહીં. આપણી જાત સાથે ચોવીસ કલાક જીવવાનું છે તેથી એની સાથે ઝઘડીને, એને નીચે પાડીને ક્યાં જઈશું ? આપણને ખુશ રાખવાનો, વખાણવાનો ઠેકો બહારની દુનિયાએ નથી લીધો તેથી કોઈ સારું કહે તો આપણને જરૂર સારું લાગે પણ સારું ન કહે તો ખોટું ય ન લગાડવું. આપણે આપણી જાતને બિરદાવી લેવી. મન ચંગા તો કથરોટમેં ગંગા !

International Day of Happiness: History, theme, significance and all you  need to know

ખુદને પ્રોત્સાહિત કરવા ક્યારેક સ્વયં સાથે ગમ્મત કરી લેવી તેમજ પોતાને જ પોરસાવતા પોરસાવતા, ખુશી પ્રાપ્તિ વાસ્તે કહેતા રહેવું કે : સૌ હસતા રહેજો, શું ખબર ક્યારે લગ્ન થઇ જાય ! કામ હંમેશા એવું કરો કે,બીજી વાર કોઈ કામ સોંપે જ નહીં ! નોકરી પરથી વિશ્વાસ તો ત્યારે ઉઠી ગયો જ્યારે જાણ્યું કે, મારા કરતા વધુ તો પાણીપુરીવાળો કમાઈ લે છે ! કોઈ સન્ નારીને બ્યુટીફૂલ કહેવા છતાં રીપ્લાય ન આપે તો એકવાર આંટી કહી દેવું. દરેક માણસની અંદર એક રાક્ષસ છુપાયેલો હોય છે, જે રાક્ષસ તેના આધારકાર્ડમાં જોવા મળે છે ! દુનિયામાં લોહી આપવાવાળા ઓછા અને પીવાવાળા વધુ છે ! પેટ્રોલના રોજ વધતા ભાવથી છોકરીઓનું એક સપનું જરૂર પૂરું થશે – એમના સપનાનો રાજકુમાર હવે ઘોડા પર બેસીને આવશે ! જાહેરાતમાં શેમ્પુમાં એટલા બધા કાજુ બદામ નાંખેલા દેખાડે છે, કે મન થાય છે જમ્યા પછી એક ચમચી શેમ્પુ પીવાનું ચાલુ કરી લઉં ! અમુક પ્રેમીઓ બાઈક પર બેસીને એવી રીતે જતા હોય છે જાણે વાંદરી તેના બચ્ચાને પાછળ ટીંગાડીને જતી હોય ! હે ભગવાન, તું મને ગર્લફ્રેન્ડ નહીં આપે તો ચાલશે પણ જો મારા ભાઈબંધોને આપી તો માથાકૂટ થઈ જશે ! બાયોડેટા” ગમે એટલા સારા હોય તો ય કોઈ “બાઈયુ” દેતા નથી

The Psychology of Happiness

હમણાં જ ધૂળેટીનો રંગોત્સવ ગયો અને રંગોના માધ્યમે સૌને ઘણું ય શીખવી ગયો : સ્નેહની પીચકારીથી સ-સ્મિત રંગાઈ જવું. તરબતર થવું કોને ન ગમે ? ધુળેટીમાં વપરાતા રંગ પણ પ્રતિકાત્મક હોય છે. ગુલાલ જેવા અનેક રંગો જે બહુ સહેલાઈથી આપણા પર લાગી જતા હોય છે અને કોઈ ઝાઝી તકલીફ વગર ધોવાઈ પણ જતા હોય છે. નિખાલસ સ્ત્રી કે પુરુષોની મિત્રતાના રંગો રોજબરોજ આપણા જીવનમાં વહેતા જ રહેતા હોય છે, જેમના સંબંધો સમજદારી ભર્યા તથા શીતળતા આપે છે. ઝાઝી અપેક્ષાની પળોજણ ન હોય એટલે જ્યારે મળે ત્યારે સીધા દિલને ગમી જાય એવા સંબંધો હોય એટલે વિસરાઈ જવાનો ડર જ નહીં.

કેટલાક રંગોને બહુ ઘસીઘસીને, તેલ ચોપડીને, ખુબ પાણી વેડફીને શરીર પરથી ઉતારવા પડે છે જે આપણા જીવનને વધુ અસર કરી જતા હોય છે તેમને પ્રયત્નપૂર્વક દૂર કરવા પડે છે. હા, આપણે વેડફાઈ ગયા હોય તેવું લાગ્યા કરે એવા સંબંધો ! છતાં ય સહજતાનો ભાવ રાખી આનંદ, ખુશી ઝાપટી લેવા. જો કે, કોઈ રંગો ને નંગો એવા હોય છે જે લાગતા વેંત આંખો કે ચામડીમાં બળતરા ઉભી કરે છે. પતંગિયા જેવા હળવા, મનોરમ્ય ને બેનમૂન રંગોથી ઉલ્લાસની છોળો ઉડાડતા લોકોને સદા આવકારવાથી હરપળ યાદગાર બનાવી શકાય.

ભારે હોઈશ તો ડૂબી જઈશ, હળવો થઈશ તો તરી જઈશ અને ઓગળી જઈશ તો ભળી જઈશ ! વિચારોના વૃન્દાવનમાં, રણમાં ખીલેલા ગુલાબ જેવા દિલની વાતો લઈ પ્રેરણાનું ઝરણું વહાવતા સ્નેહની લાગણીનો સરવાળો કરી મરીઝ માફક ઘાયલ થઈને, અમીના પ્રવાહમાં સમાયાંતરે શબ્દોની સમતા ને મમતા સંગાથે મળતા રહીશું ! આપનું નવું નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ ફળદાયી નિવડે !